________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧૮૧. સં. ૧૬૭૫ વૈ. સુ. ૧૩ ના શત્રુંજયના શિલાલેખમાં ધમનિધાનજીનું નામ છે. સં. ૧૬૭૪ માગસર વ. ૫ જેસલમેરમાં એમની સાથે ધર્મકિર્તિજી પણ હતા એવું ત્યાંના લેખ ઉપરથી માલુમ પડે છે.
(૧૧) રત્નાનિધાને પાધ્યાય –એમનું નામ પણ સં. ૧૯૨૮ ના આગરાવાળા પત્રમાં છે. એમનું સંવત ૧૬૩૩નું (૧) નવહર પાર્શ્વ સ્તવ, (૨) ગાથાભારે દ્વાર ઉપલબ્ધ છે. સ. ૧૬૪૯ માં સૂરિજીની સાથે તેઓ પણ લાહેર ગયા હતા, ત્યાં ફાગણ સુદિ ૨ ના રોજ એમને ઉપાધ્યાય પદ મળ્યું, જેનો ઉલ્લેખ આગલા પ્રકરણમાં આવી ગયો છે. આમનું નામ કેટલીક પ્રશસ્તીઓમાં મળે છે, જેથી સમજાય છે કે તેઓ ઘણુંખરૂં સૂરિજીની સાથે જ રહ્યા હતા.
- વ્યાકરણના તેઓ પ્રકાંડ વિદ્વાન હતા. વા. ગુણવિનયજીએ કર્મચન્દ્રમત્રિવંશ પ્રબંધ ટીકા (સં. ૧૬પ૬) માં એમને “સાંગહૈમશબ્દાનુશાસનાબેતારઃ ” કહ્યા છે. કવિવર સમયસુંદરજીકૃત રૂપકમાલા ચૂણિનું એમણેજ સંશોધન કર્યું હતું. એમણે બનાવેલા ઘણાંય સ્તવને ઉપલબ્ધ છે. - . એમને રત્નસુંદર નામે શિષ્ય હતા. તેમનાય કેટલાક
સ્તવને ઉપલબ્ધ છે. રત્નસુંદર શિ. રત્નારાજ શિ. નરસિંહકૃત કુલપસૂત્રબાલા અને ચિંતામણિ બાલા મળે છે.
(૧૨) રંગનિધાન –એમનું નામ “નિત્ય-વિનય–મણિ જીવન જૈન લાયબ્રેરી” ની કાલિકાચાર્ય–કથાની પ્રશસ્તિમાં મળી આવે છે.
(૧૩) કલ્યાણતિલક -એમને ભણવા માટે સં. ૧૯૩૦ માં લખાયેલ મૃગવનચરિત્ર” શ્રીપૂજ્યજીના સંગ્રહમાં '
સ્તવના છે
અને ગીચતા
નિત્ય-વિના