________________
૧૮૦
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ શ્રીપૂજ્યજીના સંગ્રહમાં છે.
(૧૦) ધર્મનિધાનોપાધ્યાય –એમનું નામ પણ આગરાવાળા પત્રમાં હેવાથી સં. ૧૬૨૮ પૂવે દીક્ષા લીધી હોવાનું નક્કી થાય છે. એમનાં “જીરાવલા પાર્ષ–સ્ત” અને “ચતુર્વિશતિજિન સ્તવન” પ્રાકૃત), શીલપદેશમાલા અવસૂરિ ઉપલબ્ધ છે. તેમના શિષ્યો-(૧) સુમતિસુંદરનું શાંતિસ્તવન (સં. ૧૬૫૦ કા. સુ. ૧૩ વીરમપુર) અને અન્ય નાની કૃતિઓ ઉપલબ્ધ છે. (૨) ધમકીર્તિ-તેઓ સારા કવિ હતા, એમની કૃતિઓ (૧) નેમિરાસ (સં. ૧૬૭૫ ફા. સુ. ૫ રવિ), (૨) મૃગાંક પદ્માવતી ચૌ. (અપૂર્ણ, અમારા સંગ્રહમાં છે), (૩) જિનસાગરસૂરિરાસ (સં. ૧૬૮૧ પોષ સુદી ૫), (૪) ૨૪ જિન ૨૪ બલ-સ્ત, (૫) સાધુ સમાચારી બાલા (પત્ર ૪ ક્ષમા કલ્યાણ ભંડાર) અને અન્ય કેટલાંય સ્તવનાદિ ઉપલબ્ધ છે. એમના શિષ્ય “દયાસાર” હતા. જેમણે શીલવતી રાસ (સં. ૧૭૦૫ ફા. સુ. ૯ વર્તુ. ભ. ઈલાપુત્ર ચૌ. (દયાસાર ચૌ. સં. ૧૭૧૦ નભ(ભાદરવા)સુદિ ૯ સુહાવા નગર) અને અમરસેન–વયરસેન ચૌ. (સં. ૧૭૦૬ વિજયાદશમી શીતપુર) રચી. ક્ષેમકલ્યાણજીના ભંડારમાં છે. ધર્મકીર્તિજીના વિદ્યાસાર, મહિમસાર, રાજસાર આદિ બીજંય કેટલાક શિષ્યો હતા. જેમાંના રાજસાકૃત કુલધ્વજરાસ (સં. ૧૭૦૪ આ. સુ. ૫ રવિ) પુંડરીક-કંડરીક સંધિ ઉપલબ્ધ છે. (૩) સમયકીર્તિ, એમણે લખેલ સં. ૧૬૭૫ મા. વ. ૧૦ નું “પચકખાણ-નિર્યુકિત” બીકાનેર જ્ઞાન ભંડારમાં છે. એમના શિષ્ય શ્રીમે “ભુવનાનન્દ ચૌ.”(સં. ૧૭૨૫ મા. સુ. ૫ આસીકેટમાં પિતાના શિષ્ય સુમતિધર્મ માટે) બનાવી