________________
૧૭૬ . . . . . યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ કર્યું. પરંતુ મનુષ્યને વિચાર જરાય ચાલતું નથી, દુર્દેવ કાળે કોઈને છેડયા નથી. એટલે એમનું શરીર અસ્વસ્થ થઈ ગયું, જેથી આગળ ન જવાતાં મેડતા પાછું ફરવું પડ્યું નિમિત્તાદિ જ્ઞાન દૃષ્ટિએ પોતાનું આયુષ્ય પૂરું થતું જાણી અનશન ગ્રહેણ કરી લીધું. ચોરાસી લાખ છવાયોનિ સાથે ખમત ખામણું કરી શુધે ધ્યાનમાં લીન થઈ સં. ૧૬૭૪ ના પિષસુદિ ૧૩ ના રોજ શ્રીજિનસિંહસૂરિજી સ્વર્ગે સીધાવ્યા. સમસ્ત સંઘમાં શોક પ્રસરી ગયે, કેમકે તેઓ એક પ્રૌઢ પ્રતિભાશાળી તેમજ મહાન પ્રભાવક આચાર્ય હતા. શ્રીસારજી કૃત “જિનરાજસૂરિ રાસ”માં લખેલ છે કે તેઓ પ્રથમ દેવલેકમાં મહેક દેવ થયા.
સમ્રાટ અકબરને જૈન ધર્મના અનુરાગી બનાવવામાં શ્રીજિનચન્દ્રસૂરિજીની સાથે એમનો પણ સારો એવો ફાળો છે. કાશ્મીર વિહાર દરમ્યાન એમના ચારિત્રનો સમ્રાટ પર જે પ્રભાવ પડેલો એના પરિણામે સમ્રાટે સૂરિજી પાસે એમને આચાર્ય પદ અપાવેલું, એ વાતનું શબ્દો દ્વારા વર્ણન યથાવત્ થઈ શકે તેમ નથી. સમ્રાટ જહાંગીર એમને ભારે સન્માનની નજરે જોતા. નવાબ મુકરબ ખાન આદિ પર એમનો ઘણો ઉંડો પ્રભાવ હતો ૪
એમણ જિનાલયની ઘણે સ્થળે પ્રતિકાઓ પણ કરાવી હતી. જેનો ઉલ્લેખ “જૈનધાતુ-પ્રતિમા–લેખ સંગ્રહે” આદિમાં છે.
* सईमुखि लीधउ संथारउ, कीघउ सफल जमारो। सुद्ध मनई गहगहता, पहिलई देवलोक इ) पहुंता ॥१॥
४ समर इ सगला उंवरा, मुकरब खान नवाब हो।
ए पतिशाहि मेवड़ड, ऊभउ करइ अरदास हो। ए । बडी पडतुं नहीं, चाला श्रीजी पास हो ।। ७ ।1.
[વાદી હવનંદન કૃત “આલિન ગીત”]