________________
૧૭. '
યુગા.ધાન શ્રીજિનચંદ્રસૂરિ જ્ઞાન ભંડાર) ભદ્રાનંદ સંધિ આદિ અનેક કૃતિઓ ઉપલબ્ધ છે, જેમને પરિચય સ્વતંત્ર નિબંધમાં આપવામાં આવશે વા. રાજાભાજીના શિષ્ય પં. રાજસુન્દર, ક્ષમાપીર અને એમના શિષ્ય ગુણભદ્ર, નયણરંગ આદિ હતા. વા. હીરકીર્તિજીના બીજા શિષ્ય મતિહર્ષજીના વા. ભુવનલાભ અને મહિમામાણિક્ય નામના બે શિષ્ય હતા. વા. ભુવનલભજીના તેજસુન્દર અને મહિમામાણિજ્યજીના મહિમસુન્દર, શ્રીચન્દ્ર આદિ શિષ્ય હતા.
(૭) નયન મલ–એમના શિષ્ય જયમંદિરજીના શિષ્ય કનકકીતિ સારા કવિ હતા. જેમના ૧ નેમિનાથ રાસ, [સં. ૧૬૯૨ મહાસુદિ ૫ બીકાનેર), ૨ દ્રૌપદી રાસ [સં. ૧૯૯૩ વૈશાખ સુ૧૩ જૈસલમેર, ૩ મેઘદૂત ધાવ્ય અવસૂરિ આદિ ઉપલબ્ધ છે. . (૮), યુગપ્રધાન શ્રી જિનસિંહરિ–તેઓ ભારે પ્રતિભાશાળી અને પ્રખર વિદ્વાન હતા, ગુરૂદેવની સાથે વર્ષો સુધી રહી એમણે વિનય, વિદ્વત્તા, વ્યાખ્યાન કળા આદિ ગુણ પ્રાપ્ત કર્યા હતા. ટુંકમાં એટલું જ કહેવું બસ થશે કે સૂરિજીના ઘણાખરા ગુણે એમનામાં આવી ગયા હતા. એમણે સમ્રાટ અકબરના દરબારમાં સૂરિજીથીયે પહેલાં જઈ પિતાની લોકોત્તર પ્રતિભાથી સમ્રાટને જૈનધર્મના અનુરાગી. બનાવ્યા હતા. સં. ૧૬૨૮ ના આગરાના પત્રમાં સૂરિજીની સાથે એમનું પણ નામ આવે છે.' . કે એમને જન્મ સં. ૧૬૧૫ નાં માગસર સુદિ ૧૫ ના ખેતાસર ગામે થયો. એમના પિતાનું નામ ચોપડા ત્રીય શાહ ચાંપસી, અને માતાનું નામ ચાંપલદેવી હતું. એમનું મૂળ