________________
. વિદ્વાન શિષ્ય સમુદાય ?
ખૂબ પ્રયત્ન કર્યા છતાંય સપૂર્ણ વાંચી શકાયું નથી, એટલે એમના સ્વર્ગવાસના સંવતનો નિર્ણય નથી થઈ .. - પ્રખ્યાત કવિશ્રેષ્ઠ મહોપાધ્યાય શ્રીસમયસુન્દરજી એમનાજ શિષ્યરત્ન હતા. એમને જન્મ સૌર વાસ્તવ્ય પારવાડ જ્ઞાતીય શ્રાધ્ધવર્ય શાહ રૂપસીની સુશીલા ધર્મપત્નિ લીલાદેવીની કૂખેથી થએલ હતો. નાની ઉમરેજ એમણે સૂરિજી પાસે ચારિત્ર
ગ્રહણ કરેલું. એમના વિદ્યાગુરૂ વાળ મહિમરાજજી અને વા. - સમયરાજજી હતા. એમની કવિત્વ શક્તિ અને વિદ્વત્તાની
પ્રતિભા ખૂબ ખૂબ ખીલી ઉઠી હતી. સં. ૧૬૪૯માં સૂરિજીની સાથે તેઓ પણ લાહોર પધાર્યા હતા. ત્યાં સમ્રાટ અકબરની સભામાં સ્વનિર્મિત “અષ્ટલક્ષી” જેવો વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ સંભલાવી ફાગણ સુદિ ૨ના રોજ વાચક પદ પ્રાપ્ત કર્યાને ઉલેખ અમે આજ ગ્રંથના આઠમા પ્રકરણમાં કરી ચૂક્યા છીએ. સિંધ દેશમાં વિહાર કરી મબન્મ શેખને પ્રતિબંધ આપી પાંચ નદીના જલચર છે અને ખાસ કરીને ગાયેની રક્ષાનું પ્રશંસનીય કાર્ય કર્યું હતું. જેસલમેરમાં રાવલ ભીમજીને ઉપદેશ આપી મીના જાતિના લોકો દ્વારા માર્યા જાતા “સાંડા” નામના જીવોની રક્ષા કરાવી હતી. મંડોવર અને મેડતાધિપતિને ખુશ કરી શાસનની શોભામાં ખૂબ અભિવૃદ્ધિ કરી હતી. સં. ૧૬૭૧ માં જિનસિંહસૂરિજીએ “લવેરા” (મારવાડ) માં એમને ઉપાધ્યાય પદ આપેલ. સં. ૧૬૮૭/૮૮ માં દુષ્કાળને કારણે સાધુધર્મમાં કિંચિત શિથિલતા પેસી ગઈ હતી. એને પરિત્યાગ કરી સં. ૧૬૯૧ માં એમણે પુનઃ કિયોધ્ધાર કર્યો હતો. પિતે હજારો સ્તવન સઝા અને સેંકડે ગ્રંથ રચી સાહિત્યની અમૂલ્ય સેવા બજાવી હતી. સાહિત્યની દુનિયામાં એમનું નામ હરહંમેશને