________________
વિદ્વાન શિષ્ય સમુદાય
૧પ૭ બનાવવા ભંડારોમાં સ્થાપિત કર્યા. સેંકડે નવા નવા જિનપ્રાસાદ અને જિનબિંબોની પ્રતિષ્ઠાઓ એઓશ્રીના વરદહસ્તે થઈ ધાર્મિક સનક્ષેત્રમાં કરોડો રૂપિયા વ૫ગયા. ટૂંકામાં એટલું જ કહેવું બસ થશે કે એમના ચારિત્રના તેજોમય પ્રતાપેજ સમ્રાટ અકબર અને જહાંગીર આદિ મુગ્ધ બની ગયા હતા. અને આકરામાં આકરા કાર્યો પણ સરળતાથી પાર પડતાં હતાં.
કહેવાય છે કે સુરિજીના આજ્ઞાનુયાયી સાધુસમુદાયની સંખ્યા ૨૦૦૦ થી વધુ હતી. એમણે એટલી મોટી સંખ્યામાં સાધુ સાધ્વીઓને દીક્ષિત કરેલ, કે તેટલા પ્રમાણમાં ભાગ્યેજ અન્ય કેઈ આચાર્યોએ કરેલ હશે. સાધુ બન્યા પછી પૂર્વાવસ્થાના નામ પરિવર્તન કરી ખરતરગચ્છમાં જે ૮૪ નંદી
માંથી નામ સ્થાપના કરવાની પ્રણાલિકા છે, એ ચોરાસીમાંથી ૪૪ નંદિઓમાં ૪ નામસ્થાપના કરવાનું સૌભાગ્ય સૂરિજી મહારાજને પ્રાપ્ત થયું હતું. પ્રત્યેક નન્દિના ૨૦-૨૫ સાધુએને દીક્ષિત ક્યનું અનુમાન કરાય તે પણ સૂરિજીના હાથે દીક્ષિત અને ઉપસંપદા ગ્રહણ કરેલ સાધુઓની સંખ્યા એક હજારથી વધારે થાય છે.
આ વાત કેઈ કલ્પના માત્ર નથી, પરંતુ નરી સાચી હકીકત છે, કેમકે ઉપાધ્યાય શ્રીક્ષમાલ્યાણજી પિતાની પટ્ટાવલીમાં ખાસ સૂરિજીને ૯૫ શિષ્ય પોતાના હોવાનો ઉલ્લેખ કરે છે. અમે પણ ખૂબ શોધખોળ કરી એમાંના ૨૫-૩૦ શિષ્યોના નામ એકત્ર
+ શ્રાજિનદત્તરિ જ્ઞાન ભંડાર' મુંબઈથી પ્રકાશિત પુસ્તક “જિનચન્દ્રસૂરિ જીવન ચરિત્ર” પૃ. ૧૧ માં છે.
૪ ૪૪ નંદિના નામ પરિશિષ્ટ(ક)માં “વિહાર પત્રની સાથે છે. આ બાબતે કઈવેળા સ્વતંત્ર લેખ રૂપે તપાસીશું.