________________
સ્વગ ગમન
૧૫૧
સુંદર વિમાનના સદેશ મઢી બનાવી અને શાકાકુલ ચિત્તે ગુરૂદેવના શબને નિર્મળ ગંગેાદક વડે પ્રક્ષાલન કરી ચંદુન આદિના વિલેપન લગાવ્યા, અને સાધુવેષથી વિભૂષિત કર્યાં.
કૃષ્ણાગરના સુગંધિત ધૂપ સહિત શમને વિમાનમાં રાખવામાં આવ્યું, અને શેક સૂચક વાજિંત્રાદિ સાથે શને ઉત્સવપૂર્વક નગરના ખાસ ખાસ લત્તાઓમાં થઇને લઈ ચાલ્યા. રસ્તામાં ગુરૂદર્શનાર્થે લેાકેાની ભીડથી મેાટા મેાટા માગે પણ ટૂંકા જણાવા લાગ્યા. ધીમે ધીમે બાણગંગાના તટની નજીક આવતાં પવિત્ર સ્થાનમાં સૂરિજીના મૃતદેહ રાખવામાં આન્યા. ત્યાં ચન્હનની ચિતા સજાવીને ઘી વડે દેહને અગ્નિસંસ્કાર દેવામાં આવ્યા. તે દેહરૂપ પુદ્દગલને પુજતા સૌના દેખતાંજ ક્ષારરૂપમાં અવતી થઇ ગયા. પણ સૂરિજીના પ્રભાવને કારણે એમની મુંહપત્તિ ( મૂખવસ્ત્રિકા ) ન સળગી. * લેાકેાએ આ પ્રત્યક્ષ ચમત્કારને આશ્ચય સહિત તૈયા, ભગવાન શ્રીશાંતિનાથ પ્રભુના નામનું સ્મરણ કરતા કરતા સંઘ સ્વસ્થાને પાછા ફર્યાં. લેાકેાએ પેાતાનું વિરહદુઃખ આ પ્રમાણે પ્રકટ કર્યું :“ એ ગુરુદેવ !! તમે ક્યાં ચાલ્યા ગયા? અમે એવા તે કચે નયરીંગ કૃત પટ્ટાવલીમાં
--
.
.
* સમયપ્રમેાદ કૃત · નિર્વાણુ રાસ અને
પણ આ પ્રમાણે લખેલ છે:——
वैश्वानर केहनउ सगउ, पण अतिशय संजोग ! नवि दाझी पूज्य मुहपत्ति, देखई सघलो लोग ॥ ( નિર્વાણ રાસ ) येषां विशिष्टातिशयेन देहे, दग्धेऽप्यधाक्षीन्नहि वक्त्रवासः । श्रोद्यत् प्रभावप्रथिता जयन्तु, युग प्रधाना जिनचन्द्रपूज्याः ॥ ( નયર ંગકૃત પટ્ટાવલી )