________________
પ્રકરણ ૧૨ મું
સ્વગમન
હn.time andle ( આ છે ગરામાં ચોમાસા દરમ્યાન અદ્વિતીય શાસન
SHINDExamon પ્રભાવના કરી, ચોમાસું ઉતર્યો વિહાર કરતા કરતા સૂરિમહારાજ મેડતા પધાર્યા. ત્યાં ચેપડા ગોત્રના શેઠ આસકરણ આદિ અનેક ધનવાન અને રાજ્યમાન્ય શ્રાવકે સૂરિજીના પરમ ભક્ત હતા. સૂરિજીની પધરામણીથી સંઘમાં અધિકાધિક ધર્મધ્યાન થવા લાગ્યા.
' સૂરિજી મેડતા નગર પધારવાના ખબર મળવાથી બિલાડા શહેરનો સંઘ ખૂબ આનંદ પામ્યા. એમણે એકત્ર થઈ સૂરિજીને બિલાડામાં ચાતુર્માસ કરાવવાનો નિર્ણય કર્યો, અને તત્કાળ સંઘની પ્રતિષ્ઠિત વ્યકિતઓ, જેમાં કટારિયા ગોત્રના (સંભવતઃ શાહ જૂઠા આદિ) શ્રાવક આગેવાન હતા. એ બધાં મળીને મેડતા આવ્યા. અને સૂરિમહારાજને વંદના કરી તેઓએ વિનયપૂર્વક ચાતુર્માસ નિમિત્તે બિલાડે પધારવાની નમ્ર વિજ્ઞપ્તિ કરી, સંઘને ખૂબ આગ્રહ જોઈ સૂરિમહારાજ