________________
૧૪૪
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસાર (૯) શરીરને કોઈ જ પ્રકારના ગારથી શુભાવવું નહીં, જેથી
મેહદશા ઉત્પન્ન ન થાય.
હવે તમે જ વિચારી જુઓ કે આ પ્રતિજ્ઞાઓને પળવાવાળો કોઈ પણ પ્રકારે આચારચુત થઈ શકે ખરે? નજ થઈ શકે. અને જે ભ્રષ્ટ થએલ છે. તે આ નિયમનું યથાવતુ પાલન નહીં કરવાનેજ કારણે. જૈન શાસન એને કોઈ પ્રકારેય ચલાવી નથી લેતે, કે નથી એના પ્રત્યે સહાનુભૂતિ દાખવતે. એટલે કેઈ એકને કારણે સમસ્ત સાધુ સંઘ પર અશ્રધ્ધા લાવી એમને દુઃખ પહોંચાડવું એ તમારા જેવા વિચારશીલ, ન્યાયવાન અને પ્રજાહિતેચ્છુ સમ્રાટને માટે ઉચિત નથી લેખાતું, આ રીતે મધુર વચનો વડે યુક્તિથી સૂરિજીએ સમ્રાટની વાતનું નિરાકરણ કર્યું. એટલે સમ્રાટે પિતાની ભૂલ સમજાઈ જવાથી તેજ વખતે સ્પષ્ટ કહી દીધું કે –
“એ વાત બરાબર છે. હવે મારા રાજ્યમાં જ્યાં ઈરછા હેય ત્યાં કોઈ પણ જાતની રેક-ટોક વિના તમામ સાધુઓ ખુશીથી વિચરી શકે છે, કઈને કઈ પ્રકારનું વિન્ન નહીં થાય સૂરિજીએ કહ્યું “તો હવે ગિરફતાર કરેલા સાધુઓને તરતજ છોડી દે અને ભવિષ્યને માટે “સાધુ વિહાર પર કેઈ જાતનો પ્રતિબંધ નથી” એ શાહી ફરમાન જાહેર કરી દે.” સત્રાટ “ગુરુદેવ! આપ હવે નિશ્ચિત રહો, હવે એમજ થશે”
આમ વાત પાકી થયા પછી સૂરિજી ઉપાશ્રયે પધાર્યા. સમ્રાટે નવું ફરમાન જાહેર કરી દીધું. શ્રીસંઘના હર્ષને પાર ન રહ્યો. સૂરિજીએ સંઘના આગ્રહથી સં. ૧૮૬૯નો ચાતુર્માસ ત્યાં . ઉપરોકત ઘટનાનું વર્ણન કવિવર સમય સુંદરજીએ આ પ્રમાણે કરેલ છે. सुगुरु जिणचन्द्र सौभाग्य सखरौ लियौ,
चिहुं दिश चन्द्र नामो सवायौ।