________________
મહાન શાસન સેવા
૧૪૩
પ્રમાણે ભેળ ભેગન્યા વિના સાધુ બનવું એ ઠીક નથી, કિ ંતુ ભુક્ત ભેગી થઈને સાધુ થવું સુખકર છે. સમ્રાટે પેાતાનુ મતવ્ય જણાવ્યું. એટલે સૂરિજી મહારાજ કહે છે કે :
""
સમ્રાટ ! લાંખા સમયથી આત્મા ઇન્દ્રિયાના વિષયમાં આસક્ત બની રહેલ છે. આથી ગૃહસ્થાવાસમાં રહી એ વિષય-વાસનાએથી વિરક્ત થવાની ભાવના જાગે, એ બહુ એછુ સંભવિત છે, કારણ કે આત્મા વિષયાના અનુરાગી અનાદિ કાળથી છે એટલે વિષયવાસનાના સાધનાને પહેલેથીજ ત્યાગી દેવા ચેાગ્ય છે. બ્રહ્મચય ને જૈનધર્મમાં ઘણુંજ ઉંચુ સ્થાન અપાયુ છે. એના પાલન અને રક્ષા માટે અત્યંત આકરી નવ આજ્ઞાએ શાસ્ત્રકારોએ દર્શાવી છે, કે જેથી સુખપૂર્વક અને નિર્વિઘ્ને બ્રહ્મચર્ય વ્રત સ્થિર રાખી શકાય, તે આજ્ઞાએ આ પ્રમાણે છે ઃ
(૧) જ્યાં સ્ત્રી, પુરુષ, પશુ કે નપુ ંસકેાના નિવાસ હોય તે સ્થાનમાં ન રહેવું
(૨) વિષય વિકારોની નગૃતિ કે અભિવૃદ્ધિ થાય એવી વાતે સુદ્ધાં ન કરવી, ન સાંભળવી.
(૩) જ્યાં સ્ત્રી બેઠેલ હાય, એ સ્થાનકે એ આસન પર બે ઘડી પહેલાં ન બેસવું.
(૪) દિવાલની આડમાંય કે જ્યાં સ્રી, પુરુષ કામ-કીડા કે પ્રેમવાર્તાએ કરતા હોય ત્યાં ન રહેવું, કે ન સાંભળવા ઉભા રહેવું. (૫) પૂર્વાવસ્થામાં ભેગવેલા ભાગનુ સ્મરણ સુધ્ધાં ન કરવું. (૬) ચિકણાં રસભરપુર કે કામોદ્દીપક પદાર્થાનુ ભાજન કે ઉપભોગ ન કરવે.
(૭) શ્રી કે પુરુષ કોઇનેય સરાગ દષ્ટિથી ન જેવા,
(૮) હંમેશાં જરૂરત કરતાંય એક લેાજન લેવુ, જેથી આળસ કે. વિકાર ઉત્પન્ન ન થાય.