________________
૧૪૨
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ
આ વિનંતિપત્ર દ્વારા તમામ હકીકત જાણી લઈ, જૈનશાસનની અવહેલના દૂર કરવા અને ધમ રક્ષાથે સૂરિજીએ મહાન સાહસ કરી આગરા તરફ વિહાર કર્યાં. ઝડપથી વિહાર કરી, ઘેાડાજ દિવસે માં સૂરિજી પેાતાના શિષ્યમંડળ સહિત આગરા પહોંચ્યા, અને શાહી દરબારમાં જઈ સમ્રાટને મળ્યા. પેાતાના પૂજ્ય યુગપ્રધાન ગુરુદેવને આવ્યા જોઈ જહાંગીર અત્યંત ખુશ થયાં, એમના દર્શન. માત્રથી સમ્રાટને ક્રોધ શમી ગયે, અને નમ્રતાપૂર્વક વાર્તાલાપ કરવા લાગ્યા.
“ આપે વૃધ્ધાવસ્થામાં 'ગુજરાતથી અહીં સુધી આવવાનુ એકાએક કષ્ટ કેમ વહેાયુ ? ગુરુદેવ ! સેવા ફરમાવા” જહાંગીરે કહ્યુ .
સૂરિજી—સમ્રાટ ! તમને આશીર્વાદ આપવા અમે આવ્યા છીએ. સમ્રાટ તે એ મારા ખરેખર અહેાભાગ્ય છે. લાંખા વિહારથી આપને શરીર શ્રમ ખૂબ લાગ્યા હશે, માટે હાલ આપ આરામ કરો. સૂરિજી-અત્યારે તે આરામ કરવાના સમયજ નથી. કારણ કે તમારા ફમાનથી જૈનસંધમાં જે અશાન્તિ ફેલાઇ ગઇ છે, એનું નિવારણ કરવા માટેજ મારૂં' આગમન અહિં થયું છે. સમ્રાટ ! કોઈ એક વ્યક્તિના દોષથી આખા સમાજ દંડ ચાગ્ય નથી થઇ શકતા, પ્રત્યેક મનુષ્યની પ્રકૃતિ સરખી નથી હાતી, અને ભૂલ તે મેટામોટાનીયે થઈ જાય છે. માટે હું સમ્રાટ! વિચાર કરો. તમે એ જે સાધુ વિહાર બંધ કરાવ્યેા છે, તે છુટ્ટો કરો. સાધુ વિહારના સ્નાઈ હેકમ રદ કરી દે.
સમ્રાટ-આપે જે કહ્યું એ ઠીક છે, પરંતુ મારી સમજ
ઉગ્રસેનપુર આવિયા સહિ એ, વરહ્યા જય જયકાર ॥ ૬ ॥ શ્રીપાતિસાહ મેલાવિયા સહિ એ, જંગમ જુગહ પરધાન 1 ધરમ મર્મ કહિ મૂઝબ્ય સહિ એ, તુરંત દિયા ક્રમાન !! ૭ || જિનશાસન ઉજવાળિયા સહિ એ, શાહ શ્રીવંત
કુચંદ ।
સાધુ વિદ્ગાર મુગતા કિયા સહિ એ, ખરતર
પૂર્વ જિર્ણચન્દ્ર II ૮ ॥ ૮ લબ્ધિ શેખર કૃત ગહુંલી )