________________
૧૩૫
પંચનદી સાધનો અને પ્રતિષ્ઠાઓ લઈ આવે, એ સામે કોઈ વાંધે ન ઉઠાવે, એ માટે પરવાને લખી આપે, જેની નકલ આ પુસ્તકનાં પરિશિષ્ટ (ગ) માં છાપેલ છે. આ મહારાજા સૂરસિંહજી સૂરિજીના પ્રસિદ્ધ ભક્ત હતા, એમના નામનો ઉલ્લેખ સમયસુંદરજી પિતાના આલિજા ગીત કે જે અપૂર્ણ મળેલ છે, તેમાં આ પ્રમાણે કરે છે –
शाही सलेम सहु उमरा, भीम सूर भूपाल । चीतारइ तूंनइ चाहसुं. पूज्यजी पधारो कृपाल ॥५॥
લવેરાથી વિહાર કરી સૂરિજી મેડતા પધાર્યા, જ્યાં એમણે સં. ૧૬૬૫ને ચાતુર્માસ કર્યો. ચાતુર્માસ પછી અમદાવાદના ખાસ આમંત્રણથી સૂરિજી રાજનગર પધાર્યા. ત્યાંથી વિહાર કરતા કરતા ખંભાત પધાર્યા, ને સં. ૧૬૬૬નો ચાતુર્માસ ખંભાતમાં કર્યો. એ પછી સં. ૧૬૬૭ને ચાતુર્માસ અમદાવાદમાં કરી પાટણ પધાર્યા અને સં ૧૬૬૮નું ચોમાસું પાટણ ખાતે કર્યું. આ વર્ષો દરમ્યાન બીજાય ઘણાં જૈન મંદિરની પ્રતિષ્ઠાઓ સૂરિજીના વરદ હસ્તે થઈ. ૪
તેઓ સં. ૧૬પર ના શ્રાવણ માસમાં લાહોર ખાતે એમના પિતા ઉદયસિંહના ઉત્તરાધિકારી બન્યા મહા સુદિ ૫ ના જોધપુરમાં એમને રાજ્યાભિષેક થયો. એમને સમ્રાટ બેહરીન્નત અને સવાસાત હજરને મનસબ દીધેલ. તેઓ ખરા વીર દાની અને નીતિચતુર વિદ્વાન હતા. કહેવત છે કે-એક દિવસમાં એમણે ચાર કવિઓને એક લાખનું દાન કરેલું. સં. ૧૬૭૦ માં એમનો સ્વર્ગવાસ થયે.
* એક પટ્ટાવલીમાં સં. ૧૬૬૮ ના મહાશુદિમાં તીર્થાધિરાજ શ્રી રાવું જય પરના નવા જિનપ્રાસાદમાં સુરિજીના હરતકમલ વડે અર્વત બિંબની પ્રતિષ્ઠા થયાને ઉલ્લેખ આ પ્રમાણે મળે છે -
" संवत १६६८ वर्षे माघसुदिमाहे नीशत्रुजय उपरि नवीन प्रासाद,