________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્ર
આપ્યું. આ પ્રમાણે શાહજાદા સલીમ તેમજ શેખ અબુલફજલ
આદિ સમ્રાટના આત્મીયજનોનો પણ ભેટપૂર્વક સત્કાર કર્યો. -મંત્રીશ્વર સમ્રાટના સામાજિકાધ્યક્ષ પદ પર નિયુક્ત હતા. આથી એ વિભાગના તમામ કર્મચારીઓ અને અન્ય અધિકારિએનું પણ ઉચિત સન્માન કરવામાં આવ્યું.
આમ આ મહાન મહોત્સવ અવર્ણનીય આનંદ, અનુપમ ઉત્સાહ અને અસાધારણ ભક્તિથી સંપૂર્ણ થયે. એ સમયના ભાવુક ઢંકોના ઉલ્લાસ, શુભભાવ અને હર્ષને 'અનુભવ તો જેઓ એ ઉત્સવમાં હાજર હતા. તેઓજ કરી શકે. આ જડ લેખિની દ્વારા એ આનંદનું વર્ણન કરવું શક્ય નથી. તે પણ સંક્ષિપ્તમાં એટલું તો અવશ્ય કહેવું પડશે કે એ ઉત્સવ અષ્ટપૂર્વ, પરમગૌરવસંપન્ન અને જૈનશાસનની ભારે ઉન્નતિ અને ઉત્કર્ષ સાધવામાં અદ્વિતીય હતે. * ' સૂરિમહારાજે પાક્ષિક, ચાતુર્માસિક અને સાંવત્સરિક પને દિવસે “જય તિહુઅણ” પઢ(બેલ)વાનો શાશ્વતો (હંમેશાને માટે કાયમ) આદેશ બહિત્ય (બેથરા) વંશની સંતતિને આપ્યું અને આજ ત્રણે પર્વોના પ્રતિક્રમણમાં સ્તુતિ 'બલવાનો આદેશ શ્રીમાલને (સદાને માટે) આપે.* ....x बोहित्थ संतति नइ दियइ, युगप्रधान गणधारो रे। .. __ पक्ष चउमास पजूसणइ, श्रीजयतिहुअण सारो रे ॥ ७८ ॥ तिम चौमासइ, पाखीयई संवत्सरियइ थुइ रे। .: पडिकमणइ संध्यातणे, श्रीमालांनइ हुइ रे ॥ ७९॥
[કર્મચન્દ્ર વંશાવલી પ્રબંધ ચૌ.] ' ' બીકાનેરમાં હજીયે ખરતરગચ્છમાં વછાવતોનું ધાર્મિક કાર્યોમાં સારૂં સન્માન છે.