SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા. તેમના પ્રશિષ્યા રત્ન બાલ બ્રહ્મચારી દીર્ધ તપસ્વી યોગનિષ્ઠ પન્યાસ શ્રી ઋદિમુનિજી મહારાજ પાલીતાણા પઘાર્યા હતા–આપણું ગુલાબમુનિજી પણ ગુરૂદેવના આદેશથી પાલીતાણ આવ્યા હતા. પં. શ્રી ઋદ્ધિ મુનિજીનાં દર્શનથી આપણું ગુલાબમુનિને ખૂબ શાંતિ મળી. તેઓ શ્રીના પરિચયમાં આવ્યા અને શાંતમૂર્તિને ચરણમાં બેસી જવા નિર્ણય કર્યો. પં. શ્રી ઋદ્ધિ મુનિજીને મળી પોતાની સંવેગી દીક્ષાની ભાવના દર્શાવી. પન્યાસજી તો ધીર-ગંભીર અને યોગનિક હતા. તેઓશ્રીએ મુનિજીને પોતાના શિષ્ય બનાવવા સંમતિ આપી એટલે આપણા ગુલાબમુનિજી તો હર્ષથી નાચી ઉઠયા. તેમના આનંદનો પાર નહોતો. શુભ મુહૂર્ત સં. ૧૯૭૬ ના વૈશાખ શુદિ ૬ ના રોજ પંન્યાસ શ્રીએ દીક્ષા આપી અને ગુલાબમુનિ નામ કાયમ રાખી પોતાના શિષ્ય બનાવ્યા. ગુલાબ મુનિએ ગુરૂદેવના ચરણમાં પોતાનું જીવન સમર્પણ કરી કીધું. ગુરૂદેવ પણ એટલા બધા ઉદાર અને સૌમ્ય મૂર્તી હિતા કે તેમણે પ્રેમ પૂર્વક સ્વીકારી લીધા. આપણા ચરિત્ર નાયક શ્રીગુલાબ મુનિત ધન્ય બની ગયા. ગુરૂદેવની સેવામાં લીન થઈ ગયા. સિદ્ધાચલજીમાં પોતાને પુનર્જીવન મળ્યું તેમ માનવા લાગ્યા. તીર્થધામ પરમ પ્રિય બની ગયું. બે વરસ તો ગુરૂદેવની સેવામાં રહ્યા પણ ચંચળ મને ઉધાયો કર્યો મારવાડ તરફ જવાની ભાવના જાગી ગુરૂદેવ તો ઉદાર ચરિત હતા. પણ તેમને તે ગુરૂસેવાની અણમોલ ઘડીની બાજીથી વંચિત રહેવું પડ્યું. ગુરૂદેવથી જુદા પડી નાગોર આવ્યા. સં ૧૯૮૦ નું ચાતુર્માસ નાગોરમાં કર્યું. અહીં પૂર્વના ગુરૂ શ્રીરૂપચંદજી મહારાજની સ્મૃતિમાં અઠ્ઠાઈ મહોત્સવ કરાવ્યો અને રૂા. બાવીસ હજારનું ફંડ કરાવી, બાલકોને ધાર્મિક શિક્ષણ માટે પાઠશાળા સ્થાપિત કરાવી. નાગોથી વિહાર કરી ખજવાણી તથા સેવાડી ચાતુર્માસ કરી સં. ૧૯૮૩ નું ચાતુર્માસ સાંડેરાવમાં કર્યું. સાંડેરાવમાં પરવાળ શ્રીજેઠમલજીને ઉપદેશ કરી કન્યાશાળાની સ્થાપના કરાવી. અહીંથી વિહાર કરી ઊંઝા, જોટાણું ચાતુર્માસ કરી પાલીતાણા આવ્યા. અહીં રણશી દેવરાજની ધર્મશાળામાં ચાતુર્માસ રહ્યા. ગિરિવર મુનિ પોતાના સંસારી ભાઈ તથા શિષ્યની તબીયત નરમ ગરમ રહેતી હતી. વ્યાધિ વધી ગયો અને ગિરિવર મુનિ સિદ્ધાચળમાં કાળધર્મ
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy