SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પામ્યા. તેમની વૈયાવચ્ચ ગુલાબમુનિએ ખૂબ કરી હતી. ફરી પાંચ વર્ષ પછી ગુરૂદેવની સૌમ્ય મૂતિ યાદ આવી અને ગુરૂદેવની કૃપાદૃષ્ટિથી પાંચ વર્ષના વિયોગપછી ગુરૂદેવના ચરણમાં પહોંચી ગયા-ગુરૂ દેવની તે એજ અમીભરી દષ્ટિ હતી. પછી તે જ્ઞાન-ભક્તિ અને સેવાના મંત્રો જીવનમાં તાણાવાણાની પેઠે વણતા ગયા પુણ્યરાશિ ગુરૂદેવે અસીમ કૃપાથી સ્તોત્રો છંદો, તત્વજ્ઞાન વગેરે ખૂબ સીખવ્યું. અને આપણું ગુલાબમુનિનો બેડો પાર થઈ ગયો. પ્રથમના ગુરૂદેવ શ્રીરૂપચંદજી મહારાજ પણ મહા ઉપકારી હતા. તેમણે તો સ્વર્ગમાંથી યાદ કરી સિદ્ધાચળની ભૂમિમાં પુનર્જીવન માટે સ્વપ્નમાં પ્રેરણા કરી અને યોગનિષ્ઠ આચાર્ય શ્રીએ ગુલાબમુનિને પોતાને પ્રાણ. પ્રિય શિષ્ય બનાવ્યો. ગુલાબ મુનિની પહેલેથી એકવડી કાયા. નબળું શરીર, હોવાના અંગે શરીર સંપત્તિ ઘણુ નાજુક છતાં આત્મબળ જબરું. સેવા ભાવ ઉત્કટ અને સહન શીલતા ઘણ. ગુરૂદેવ પણ એવા દયાળુ કે તેઓ ગુલાબ મુનિની રક્ષા કરતા અને તેમની તબીયતની માટે ચિંતા સેવતા કોઈ કોઈ સમયે પોતાના ગુરૂદેવ શ્રીજિન ઋદ્ધિ સૂરીને અજ્ઞાન પણે અસાતા. ઉપજાવી. હશે પણ એ કૃપાદૃષ્ટિએ તે ગુલાબ મુનિ તરફ અમી દૃષ્ટિજ વરસાવી હતી. બન્ને ગુરુ અને શિષ્યનો એવો ગાઢ સંબંધ બંધાઈ ગયો હતો કે ગુરૂદેવની ચરણ સેવામાં છેવટ સુધી ગુલાબમુનિ રહ્યા અને ગુરૂદેવના અંતિમ આશીર્વાદ પામ્યા. ધર્મ ઉદ્યોત આજીવન ગુરૂદેવ શ્રીજિન ઋદ્ધિ સૂરિની સેવામાં બાવીસ ચાતુર્માસ, અને ગુરૂ મહારાજની સાથે જ વિચર્યા. પોતે જ્યાં જ્યાં ચાતુર્માસ કર્યો ત્યાં બધી જગ્યાએ દાદા સાહેબ શ્રીજિનદત્ત સૂરિની જયંતિ ખૂબ ઠાઠમાઠથી ઉજવી. સં ૨૦૦૮ માં શાંતમૂર્ત દીર્ઘ તપસ્વી યોગનિષ્ઠ ગુરૂદેવ શ્રીમદ્ જિના ઋદ્ધિ સૂરીશ્વરજી મુંબઈમાં સ્વર્ગવાસી થયા. જૈન સમાજ અને ખાસ. કરીને ખરતર ગ૭ને એક મહાન તપસ્વી આચાર્યની ભારે ખોટ પડી ગઈ. આપણે શ્રીગુલાબમુનિએ ગુરૂદેવની એવી તો સેવા–શુશ્રુષા કરી હતી કે
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy