________________
- -
-
યુગપ્રધાન પદ પ્રાપ્તિ ૧૦૫૦ ધાતની જૈન પ્રતિમાઓ ત્યાંથી લૂંટી ફડર કરસમ્રાટ પાસે લાવ્યું. આ પ્રતિમાઓને ગોરી ને કરુવા એને ઈરાદે હતું, પરંતુ નીતિ પરાયણ સમ્રાટ કરે એમ ન થવા દેતાં પ્રતિમાઓને સુરક્ષિત રાષ્પી, એ પછી સ. ૧૬૩૯માં અષાઢ શુદિ ૧૫ ને દિન બીકાનેરના મંત્રીશ્વર કર્મચઢે સમ્રાટને પ્રસન્ન કરી પ્રતિમાઓને બિકાનેરમાં બિરાજમાન કરી, જે આજ સુધી ત્યાંના શ્રીચિંતામણિજીના મંદિરમાં વિદ્યમાન છે, આ બાબતમાં વધુ આગળના પ્રકરણમાં લખવામાં આવશે. . '
ત્યારે આપણી ચરિત્ર નાયક શ્રીજિનચંદ્રસૂરિજી લાહોરમાં બિરાજતા હતા, ત્યારે પણ આવી એક દુઃખદ ઘટનાના સમાચાર મંત્રીશ્વર કર્મચન્દ્રને મળ્યા કે નૌરંગખાન નામના કે ઈ મુસલમાન અધિકારીઓ દ્વારિકાના જૈનમંદિરનો નાશ કર્યો છે. આ સમાચાર મળતાં મંત્રીશ્વરે સૂરિમહારાજને નિવેદન કર્યું કે જે સમ્રાટને ઉપદેશ આપી તીર્થરક્ષાને માટે કાંઈ ઉપાય નહીં લેવામાં આવે તે દ્વારિકાની માફક અન્ય તીર્થોને પણ નાશ કરવામાં યવન લકે પાછું વાળીને નહીં જૂએ. ''
સૂરિમહારાજને આ કાર્યની આવશ્યક્તા જણાઈ ને તેથી સમ્રાટને શત્રુંજય પ્રકૃતિ તીર્થોનું મહામ્ય સમજાવ્યું, અને સાથે સાથે એમની રક્ષાને ઉચિત પ્રબંધ કરવાની સૂચના પણ કરી. સૂરિજીની આ પવિત્ર આજ્ઞાએ સમ્રાટે શિધાર્ય કરી અને પ્રસન્નતાપૂર્વક તમામ જૈનતીર્થોની રક્ષા માટેનું એક ફરમાનપત્ર લખાવી એના પર પિતાની મુદ્રિકા–મહોર લગાવી મંત્રીશ્વરને પી દીધું. એમાં લખ્યું હતું કે આજથી તમામ