SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ અકબર પ્રતિખાધ ૮૧. પરસ્ત્રીગમન છે. આ બધાના ત્યાગ કરનારના સદા જય થાય છે, અને એની કીર્તિ ચાતરફ પ્રસરી જાય છે. અહિંસારૂપી સદ્ગુણની ધારણા વડે લક્ષ્મીની સતત વૃદ્ધિ થાય છે, અને લાખાં પ્રાણીઓનાં આશીર્વાંઢ મળે છે. પ્રાચીન ઇતિહાસથી એ સ્પષ્ટ થાય છે કે જ્યારે જૈન અને ઔાના અહિંસા પ્રચાર અતિ પ્રખળ હતા, ત્યારે રાજ્યમાં કલહ, વિગ્રહ ને અશાંતિ લાંબા સમય માટે અલાપ થઈ ગયાં હતાં. : સૂરિજીની આં અમૃતમય વાણી સાંભળી સમ્રાટના ચિત્ત પર ભારે પ્રભાવ પડયેા, અને એના દિલમાં કરુણાનાં ખીજ પ્રકટયાં. એમનાં પ્રત્યે પૂજ્યભાવ અને ભક્તિ પ્રાદુર્ભવ્યા. તેમણે વસ્ત્રો તેમજ સુવર્ણમુદ્રાઓ લાવી સૂરિજી સન્મુખ ભક્તિપૂર્વક ધર્યાં, અને કહ્યું, “હું ગુરુવર્ય ! આમાંથી આપની જરૂરિયાત પૂરતુ' કાંઈ પણ સ્વીકારી મને આભારી કરી. ” ઉત્તરમાં સૂરિજીએ કહ્યું, “ નરાધીશ! જ્યાં સાધુએથી કેડી માત્રને પણ પરિગ્રહ ધારણ કરાયજ નહી', ત્યાં આ બધાંને અમે શું કરીએ ? સૂરિજીની આ નિલે’ભતા જોઈ સમ્રાટ મનમાં ને મનમાં ખૂબ પ્રસન્ન થયા, અને પેાતાના હૃદય મંદિરમાં સૂરિજીને આરાધ્ય ગુરુના સ્થાને સ્થાપિત કર્યાં. ત્યારબાદ સમ્રાટ સૂરિજીની સાથે મહેલથી બહાર આવ્યા, અને સમસ્ત સભાજન, દિવાના અને કાજીઓને સમાધી કહેવા લાગ્યા કે “ આ જૈનાચાર્ય ધૈર્ય વાન, ધર્મ ધુરંધર અને વિશિષ્ટ ગુણાના સમુદ્ર છે. આજે અમારાં અહેાભાષ્ય છે; અમારી ઋધિ, ધન, અને રાજ્યસ’પદા આજે સફલ થઈ છે, કે એમનાં દર્શન થયાં. ' સમ્રાટે સૂરિજીને નિવેદન કર્યુ કે “ પૂન્યવય ! આ માર
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy