________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ અહીં પધારી અમારા પર ભારે કૃપા કરી છે, અને હવે હંમેશ એકવાર ધર્મોપદેશ સંભળાવવા અને દર્શન દેવા મહેલમાં અવશ્ય પધારજો.૪ દયા ધર્મ પર જેમ મારી મતિ સ્થિર છે, એમ મારા અન્તપુર અને સંતાનની પણ થાય, એવી મારી અભિલાષા છે. હવે આપ ખુશીથી ઉપાશ્રય પધારો, અને સંઘની આશાઓ પૂર્ણ કરો.”
સમ્રાટે મંત્રીશ્વર કર્મચન્દ્રને આજ્ઞા કરી કે હાથી, ઘોડા અને વાજિંત્ર પરિવાર લઈ ઉત્સવ સહિત ગુરુમહારાજને ઉપાશ્રયે પહોંચાડે. ત્યારે સૂરિમહારાજે કહ્યું કે ના ના રાજનૂ! અમારે માટે ઉત્સવ આડંબરની કઈ જરૂરત નથી, કેમ કે દયામય જૈનધર્મને પ્રચારજ અમારે મન પરમ ઉત્સવરૂપ છે. તે પણ સમ્રાટ અકબરે અત્યંત આગ્રહ કરી મહાન ઉત્સવપૂર્વક સૂરિમહારાજને પહોંચાડવાની મંત્રીધરને ફરીથી આજ્ઞા કરી.
લાહોરના પરમ ધર્મિષ્ઠ ઝવેરી “પરબત શાહે મંત્રીશ્વર કર્મચન્દ્રને વિનંતી કરી કે “અહીંથી ઉપાશ્રય સુધીના પ્રવેશોત્સવને લાભ મને લેવા દે” મંત્રીશ્વરની આજ્ઞા મેળવી એમણે હાથી, ઘોડા, પાયદળ સિપાહી અને શાહી વાજિંત્ર સહિત સૂરિજીને ઉપાશ્રયમાં પહોંચાડ્યા. અન્ય શ્રાવકોએ પણ ચિત્ત અને વિત્ત બને થકી શાસન પ્રભાવના કરી. સધવા સ્ત્રીઓએ મુકતાફળોથી વધાવ્યા, અને ભક્તિભાવપૂર્વક ગુરૂગુણ ગર્ભિત ગીત ગાયાં. ભાટ, ભેજક આદિ યાચકોએ સૂરિજીની પ્રશસ્ત કીર્તિના ગુણાનુવાદ કરી શ્રાવકો પાસેથી
ઘર નં રે, ગુcર્મામિ તિવારજૂ अस्माक धर्मवृद्ध्यर्थ-मनिवारितगतागतैः ॥ ९०॥ ..
" (ઉ. જયસોમવૃત કર્મચંદ્ર મંત્રિવંશ પ્રબંધ)