________________
--
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ પિતાને પ્રભાવ પાડવાના હેતુથી પ્રજાના કલ્યાણમાર્ગ અને સુખ શાંતિના ઉપાય તરફજ લક્ષ્ય રાખવું જોઈએ. જ્યાં સ્વાર્થ માત્રના સાધન માટે માનવી અંધ બની બેસે છે, ત્યાં અસત્ય ભાષણ, ચોરી, પરસ્ત્રી સંસર્ગ આદિ વિકૃત ભાવોની લહેરીએ લહેરાયા કરે છે. કિન્તુ જ્યાં અહિંસા રૂપી સગુણના વાસ છે, ત્યાં એ દુર્ગણ નથી આવી શકતો; કેમકે કેઈની ચેરી કરવી, પરસ્ત્રી પ્રત્યે અનુચિત ભાવ રાખવો એ બધું હિંસાભાવ વિના બની શકતું નથી. આમ જે સર્વ મનુષ્ય પર હિંસાભાવની અશુભ ભાવના આરૂઢ થઈ જાય તે જગતના - વ્યવહારમાં અનેક અડચણો ઉભી થઈ જાય, એટલે સ્વકલ્યાણના ચાહક મનુષ્યએ હિંસા ભાવને સર્વદા ત્યાગ કરવો જોઈએ. રાજનીતિમાં પ્રજાપર વાત્સલ્ય ભાવ રાખવું, અને એને સુખશાંતિમાં રાખવી એ પ્રજાપાલકનો ધર્મ ગણાય છે. માણસ તે શું? પણ - જે પશુ પક્ષી પણ પોતાના રાજ્યમાં રહેતાં હોય એ પણ
સ્વપ્રજાજ છે, માટે તેને પ્રાણુરહિત કરવા એને રાજનીતિ કદાપિ નહીં કહેવાય; એટલે એને પણ નિર્ભય રાખવા જોઈએ. -ધર્મની સાથે આત્માનો પૂરેપૂરો સંબંધ છે. કોઈને પણ એના પિતાના ધર્મથી જૂદે કરે, કે ધર્મપાલનમાં વિન નાંખી ધાર્મિક આઘાત પહોંચાડે એ પણ એક વિદ્રોહ છે, માટે શાસ્ત્રકે મતસહિષ્ણુતાને ગુણ અવશ્ય ધારણ કરવો જોઈએ. એક માત્ર પ્રજાવાત્સલ્ય જ શાસકને પ્રજાના હૃદયને સમ્રાટ બનાવે છે. હંમેશા આવી ઉદાર વૃત્તિ અને નિર્મલ પવિત્ર હૃદય રાખવાની પૂરેપૂરી જરૂરત છે. હૃદયની નિર્મલતા માટે સાત વ્યસનને ત્યાગ કરે પરમાવશ્યક છેઃ જુગાર ખેલ ૧, માંસ ભક્ષણ ૨, મદિરા પાન ૩, શિકાર , પ્રાણી હિંસા પર ચેરી કરવી કે, અને