________________
યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ હે ભગવન્! ખંભાતથી અહીં આવતાં માર્ગમાં આપને શ્રમ તે પડયેજ હશે, કિન્તુ મેં તે ભવિષ્યમાં જીવદયાના પ્રચારના હેતુથીજ આપને લાવ્યા છે. આપે અત્રે પધારી મારા પર ભેટી કૃપા કરી છે. હું આપ પાસેથી જૈનધર્મને વિશેષ ધ પ્રાપ્ત કરી ને અભયદાન અપી આપને
ખેદ (માર્ગ–શ્રમ) દૂર કરીશ.” ! સમ્રાટના આ વિનીત વચને સાંભળી સૂરિમહારાજે મૃદુ વચન વડે કહ્યું, “સમ્રા! સધર્મનો પ્રચાર કરે એજ અમારૂં ધ્યેયમાત્ર છે, અને સર્વત્ર વિચરતાજ રહેવું, એ અમારા ખાસ આચાર છે. એટલે માર્ગ શ્રમને અમને જરાય ખેદ નથી. કર્તવ્યપાલન કરવાજ અમે અહીં આવ્યા છીએ. આપની ધર્મજિજ્ઞાસુતા દેખી અમને પરમ આનંદ થયે છે.” આ વાર્તાલાપથી સમ્રાટને ખૂબ હર્ષ થશે. સૂરિજીને હાથ મિલાવી ભારે સન્માન સહિત એ સૂરિજીને ડયૌઢી-મહેલમાં લઈ ગયા. આનું વર્ણન એક કવિએ આ પ્રમાણે કર્યું છે. पहुँता गुरुदीवाण देखी अकवर, आवइ साम्हा उमहीए।। वंदी गुरुना पाय मांहि पधारिया, सइ हत्थि गुरुनौ कर गहीए ॥ पहुँता ड्योढी मांहि सहगुरु शाहजी, धर्म बात रंगे करईए। चिन्ते श्रीजी देखी(ए गुरु होय सेवतां पापताप दूरई हरइए ॥८९॥
(યુ. શ્રીજિનચન્દ્રસૂરિ અકબર પ્રતિબંધ રાસ) મહેલમાં ગ્રંથા–સ્થાન બેઠક લગાવ્યા બાદ પરસ્પર ધર્મગોષ્ઠી ચાલી. સૂરિજીએ પિતાની ઓજસ્વી વાણી વડે પ્રભાવશાળી શબ્દો દ્વારા આ પ્રમાણે ઉપદેશ દેવો આરંભ કર્યો :- સમ્રાટ ! આત્મા એ એક સનાતન સત્ય પદાર્થ છે, જેનું અસ્તિત્વ અનુભવ આદિથી સિદ્ધ છે. એ જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ સદ્ગણોનો સમૂહ છે, અને ચૈતન્ય એનું લક્ષણ છે.