SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ અકબર પ્રતિબંધ ૧૭૫ ' સૂરિજીની સાથે વાજયમ, કનકસેમ, વાવમહિમરાજ, વારત્નનિધાન, વિદ્વદ્વર ગુણવિનય અને સમયસુંદર આદિ મોટા મેટા પ્રકાંડ વિદ્વાન યશસ્વી અને નિર્મળ ચારિત્રનું પાલન કરવાવાળા ૩૧ સાધુઓ હતા. સં. ૧૬૪૮ ના ફાગણ શુદિ ૧૨ ને રાજ પુણ્યગમાં સૂરિજીએ લાહોરમાં પ્રવેશ કર્યો. એ દિવસે મુસલમાનોને ઈદનું પર્વ હતું. મંત્રીશ્વરે સૂરિજીના સ્વાગત પલક્ષમાં ખૂબ ખર્ચ કરી મહત્સવ કર્યો, જેનું વર્ણન કેઈ કવિએ આ પ્રમાણે કર્યું છે. घडी पन्ना मद गयन शीश सिन्दूर संवारें। चंवर अमोलख चार वाचरा चांचरा सुधारै ।। घणीनाद वीर-घंट इणि उपरि अंबारि। गूघर पाखर पेखतां जु थरहराए भारी। परतिख धजा फरनिजा इम सामेले संचरे। जिनचन्द्रसूरि आयां जुगति इम कर्मचंद उच्छव करै ॥२॥ श्रीमहाराज पधारे लाहौर, अकबरशाह मतंगज जूथ समेला। चढे है नवाब वडे उमराव, नगारांकी धूससुं होत सभेला ॥ वजे हे आरब्बि थटे हे झिंडा, . फर्राट निशान घुरे हैं नौवत अराबा सचे(जे)ला। पातिशाह अकवर देख प्रताप, कहे जिनचंद्रका सूर्य उजेला ॥१॥ સૂરિજીનું સ્વાગત કરવા રાજા, મહારાજા, મલ્લિક, ખાન, શેખ, સુબેદાર, અમીર, ઉમરાવ આદિ તમામ પ્રતિષ્ઠિત શાહી પુરુષે અને અગણિત નાગરિકે હાજર હતાં. સમ્રાટ અકબર પિતે રાજમહેલના ગોખમાં બેસી સૂરિમહારાજની રાહ જોતા હતા. દૂરથી જ સૂરિજીને આવતા જોઈ અત્યંત પ્રસન્નતાપૂર્વક નીચે ઉતરી આવી ખૂબ ભક્તિ અને વિનયપૂર્વક સૂરિજીને વંદન કરી સમ્રાટ એમના વિહારની સુખસાતા પૂછી કહેવા લાગ્યા.
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy