________________
અકબરનું આમંત્રણ
૭૧. સમસ્ત સીરેહી રાજ્યમાં જીવહિંસા બંધ કરવા માટે સૂરિજીએ રાજાને ઉપદેશ દીધો, ત્યારે રાજાએ દરેક પૂર્ણિમાને રેજ જીવહિંસા દૂર કરવા માટે ઉઘેષણ કરી, અને બીજી રીતે પણ રાજાએ સૂરિજીની ખૂબ ભક્તિ કરી. પર્યુષણ પછી ત્યાંથી વિહાર કરી સૂરિજી જાવાલિપુર (જાર) પધાર્યા. વન્નાશાહે ઉત્સવપૂર્વક નગરપ્રવેશ કરાવ્યું.
એ સમયે લાહારથી સમ્રાટે બે વ્યક્તિઓ સાથે સૂરિજીને ફરમાન પત્ર મેકલ્ય, જેમાં લખ્યું હતું કે “હમણાં ચાતુ મસમાં વિહાર કરતાં આપને ભારે કષ્ટ થતું હશે, માટે અત્યંત ઉતાવળ ન કરતાં ચાતુર્માસ પૂરો કરી તરતજ પધારશે, કિન્તુ પાછળથી વિલંબ ન કરશે.” તેથી સૂરિજી કાર્તિક ચૌમાસી સુધી જાલોરમાંજ બિરાજ્યા. ચાતુર્માસ પૂર્ણ થતાં માગસર માસમાં પુષ્ય નક્ષત્રના શુભ મુહૂર્તમાં અનેક સાધુઓના પરિવાર સહિત વિહાર કર્યો, એમની સાથે ચતુર્વિધ સંઘ તેમજ શાહી પુરૂષ પણ હતા. વિમલ ચશોગાન કરવાવાળા ભોજક, ભાટ, ચારણ અને દક્ષ એવા ગાંધર્વ લેકે સૂરિજીના પ્રસ્તાચિત ગુણગાન કરી શ્રીમંત શ્રાવકો પાસેથી સમુચિત પુરસ્કાર પામતા. ગ્રામાનુગ્રામ વિહરતા સૂરિજી દેછર, સરાણુઉ, ભમરાણી, ખાંડપ અને રંગી વગેરે ગામોમાં આવ્યાં. વિક્રમપુરના સંઘે દર્શને આવી લ્હાણી કરી. ત્યાંથી તૃણાડા (સંભવતઃવર્તમાનમાં ધુમાડા) નગર પધાર્યા, ત્યાં જેસલમેરને સંઘ દર્શનાર્થે આવ્યા. ત્યાંથી વિહાર કરી રહીઠનગર પધાર્યા. ત્યાંના શાહ થિરા અને મેરાએ ભારે ઉત્સાહપૂર્વક નગરપ્રવેશ કરાવ્યું, અને ઈચ્છિતદાન દઈ યાચકને સંતુષ્ટ કર્યા. અહીં જોધપુરને વિશાલ સંઘ દર્શનાર્થે આવ્યો. સૂરિજીના દર્શન કરીને લ્હાણી