________________
છર
યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ આદિ દ્વારા સ્વામીભક્તિ પ્રદર્શિત કરી પાછો ફર્યો. ચાર વ્યકિત એએ નન્દી મહોત્સવ આદિ રચના કરી સૂરિજી પાસે ચોથું વ્રત અર્થાત્ બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર કર્યું. બીજાં : પણ અનેક શ્રાવકેએ યથાશક્તિ વ્રત પચ્ચકખાણ આદિ લીધા. ત્યાંના ઠાકુરે પિતાના રાજ્યમાં સૂરિજીનાં ઉપદેશથી બારસ તિથિને રોજ બધા જીવને અભયદાન આપ્યું. ત્યાંથી વિહાર કરી પાલી નગર પધાર્યા, નદી મંડાવી અને શ્રાવક શ્રાવિકાઓને વતાદિ આપ્યાં. ત્યાંના સંઘે ભારે હર્ષસહ ચારે પ્રકારના ધર્મની વિશેષ રૂપે આરાધના કરી. ત્યાંથી લાંબિયા ગામ થઈ જત પધાર્યા, પ્રભુમંદિરમાં દર્શન કર્યા. ત્યાંથી બીલાડા પધાર્યા, જ્યાંના સુપ્રસિધ્ધ કટારિયા જાતિના (સંભવતઃ જૂઠા શાહ) શ્રાવકે નગર પ્રવેશત્સવ કરાવ્યો. ત્યાંથી જયતારણ નગર થઈ મેડતા નગર પધાર્યા.
આ સમયે મેડતા નગર અનેક સમૃદ્ધિશાળી શ્રાવકેનું લીલાસ્થાન હતું. અનેક સૌશિખરી ગગનચુંબી જૈન મંદિર નગરની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. મંત્રીશ્વર કર્મચન્દ્રના પરાક્રમી અને બુદ્ધિશાળી પુત્ર ભાગ્યચન્દ્ર, લક્ષ્મીચન્દ્રને વસવાટ અહીં હતો; એમણે હાથી, ઘેડા, રથ અને પાયદળ પુરુષની સાથે પંચ શબ્દ, ઢેલ, નગારા, નિશાનની મધુર ધ્વનિ વડે મોટા સમારેહથી સૂરિજીને નગરમાં પ્રવેશાવ્યા. મંત્રીશ્વરપુત્રએ મહાજનેને એકત્ર કરી શ્રીફળની પ્રભાવના કરી. સમગ્ર શહેરમાં લ્હાણી કરી, યાચકને ઈચ્છિત દાન આપ્યાં. જિનમંદિરની મોટી : પૂજાઓ અને નદીમહાત્મવાદિ કરાવ્યાં. અનેક ભવ્ય શ્રાવકે એ વ્રત પ્રચખાણ લીધાં, ત્યાં ફરી. શાહી ફરમાન આવ્યાં. ત્યાંથી