________________
યુગપ્રધાન શ્રી જિનચંદ્રસૂરિ સમ્રાટે મંગાવ્યું અને પિતાનાં ઉભયનેત્રો પર લગાવ્યું અને પછી એને અંતઃપુરમાં ભકિતપૂર્વક લગાવવા માટે મેકલી આપ્યું. આ અષ્ટોત્તરી સ્નાત્રના પવિત્ર દિવસે તમામ શ્રાવક શ્રાવિકાઓએ આંબિલની તપશ્ચર્યા કરી. આ અષ્ટોત્તરી સ્નાત્રના અનુષ્ઠાનથી સર્વ દોષ ઉપશમી ગયા, ને આથી સમ્રાટને અત્યંત આનંદ થયે. | મુસલમાન હોવા છતાં સમ્રાટ અકબરે જેનવિધિથી શાન્તિસ્નાત્ર કરાવ્યું, એ જૈનધર્મ પ્રત્યેની એની વિશેષ શ્રદ્ધાભક્તિ અને અનુપમ આદરના પ્રતીકરૂપે છે.
ડાંજ દિવસોમાં એ દૂતે ખંભાત પહોંચ્યા. અને પ્રસન્ન ચિત્તે સૂરિજીના દર્શન કરી એમેણે વિનંતિપત્ર રજૂ કર્યો ને લાહેર પધારવા વિનયપૂર્વક પ્રાર્થના કરી. | વિનંતિપત્ર વાંચી સૂરિજીને લાગ્યું કે મારે પોતાને લાહોર અવશ્ય જવું જોઈએ, કેમકે સમ્રાટ અકબર ધર્મજિજ્ઞાસુ છે, અને જે એ જૈનધર્મનું અનુકરણ કરવા લાગી જાય તે “યથા ના તથા પ્રજ્ઞા” ના નિયમાનુસાર જેનધર્મની ભારે ઉન્નતિ થાય, જ્યારે ભારત વર્ષના રાજાઓ જૈનધર્માવલંબી હતા ત્યારે જેનેની સંખ્યા પણ બહુ વધારે હતી, અને સર્વત્ર શાંતિનું સામ્રાજ્ય હતું. હજીય જે ગુરુદેવની કૃપાથી અકબરના હૃદયમાં જૈનધર્મના ઉંચા સિદ્ધાન્ત ઉતરી જાય, તે વર્તમાન સમયમાં આર્યપ્રજ પર થનારા અત્યાચારનો સર્વથા નાશ થઈ જાય, આથી ત્યાં જઈ સમ્રાટને જૈનધર્મના સૂક્ષ્મ તત્તનું દિગ્દર્શન કરાવવું અતિ ઉપયોગી નીવડવાનું. -
ખંભાતથી વિહાર કરવાનો સૂરિજીનો દઢ નિશ્ચય જોઈ સમસ્ત સંઘે એકત્ર થઈ એમને પ્રાર્થના કરી કે “હે ગુરુદેવ! ચાતુર્માસ તે નજીક છે, આપ દૂર દેશ કેવી રીતે પહોંચશે, માટે અહીંજ બિરજો.” ત્યારે સૂરિજીએ સંઘને સમજ આપી, અને મહાન લાભને ખાતર અષાઢ સુદિ ૮મેં જ ત્યાંથી