________________
યુગપ્રધાન શ્રીજીનચંદર છે. એમણે જેસલમેર, જાલેર, દેવગિરિ, નાગૌર, પાટણ, માંડવગઢ, આશાપલી, કર્ણાવતી, ખંભાત આદિ અનેક સ્થાનો પર હજારે પ્રાચીન ગ્રન્થને સંગ્રહ કરવા સાથે હજારે નવીન ગ્રન્થ લખાવી કરીને ભંડારોમાં સુરક્ષિત કર્યા કે જેને માટે કેવળ જૈન સમાજજ નહીં, કિન્તુ સમગ્ર સાહિત્યસંસાર એમના પ્રતિ ચિર કૃતજ્ઞ રહેશે. જિર્નષિઓની પ્રતિષ્ઠા પણ એમણે વિપુલ પ્રમાણમાં કરી હતી, જેમાંની સેંકડે તે આજેય વિદ્યમાન છે.
એમણે બનાવેલ “જિન સત્તરી પ્રકરણ” (ગા-૨૨૦) પ્રાકૃત ભાષામાં ઉપલબ્ધ છે. એમની હસ્તલિખિત “ગ–વિધિની સુંદર પ્રતિ શ્રીપૂજ્યજી (બિકાનેર) ના સંગ્રહમાં છે. સં. ૧૪૫માં ઉપાધ્યાય જયસાગર પ્રણીત સંદેહદોલાવલી ટીકાનું અને સં. ૧૫૦૧ માં તપ(ગુણ) રત્નકૃત “ષ્ટિશતક વૃત્તિ”નું સંશોધન એમણેજ કરેલ.+
શ્રીભાવપ્રભાચાર્ય અને કીર્તિરત્નાચાર્યન એમણેજ આચાર્ય પદથી વિભૂષિત કરેલ. સ. ૧૫૧૪ ના માગસર વદી ૯ ના રોજ કુંભલમેર (મેવાડ)માં એમનો સ્વર્ગવાસ થશે.
એમના પટ્ટ પર શ્રી કીર્તિરત્નાચાર્ય શ્રીજિનચન્દ્રસૂરિજીને સ્થાપિત કર્યા. શ્રીધર્મરત્નસૂરિ, ગુણરત્નસૂરિ આદિને એમણેજ આચાર્યપદ આપ્યાં. સં. ૧૫૩૦ માં જેસલમેર ખાતે એમને
+ એમની બનાવેલ નિતિ ફટકર કૃતિઓ પણ ઉપલબ્ધ છે – દ્વાદશાંગી પ્રમાણુકુલક (ગા. ૨૧), શત્રુંજય લધુ મહામ્ય (ગા. ૧૩૫), સૂરિમંત્રકલ્પ (શ્રીપૂજ્ય જિનધરણેન્દ્રસૂરિના સંગ્રહમાં, છપાઈ પણ ગયેલ છે), સાર મહાવીરસ્તવ, સપ્તદશભેદ જિનસ્તવ, અને કુમારસંભવવૃત્તિ.. (સં)
આચાર્યપદ પ્રાપ્તિપૂર્વે એમનું નામ કીર્તિરાજ ઉપાધ્યાય, હતું. સં. ૧૪૯૫()માં એમણે “નેમિનાથ મહાકાવ્ય બનાવ્યું. એમના જીવનચરિત્ર બાબતમાં અમારા તરફથી પ્રગટ થએલ “ઐતિહાસિક જૈન કાવ્યસંગ્રહ” જુઓ. એમની પરંપરામાં પરમગીતાર્થ વયેવૃદ્ધ આચાર્ય શ્રીજિનકૃપાચન્દ્રસૂરિજી આદિ. થયા. . . . . . . . .