SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - ૧૮ યુગપ્રધાન જિનચથી દિમૃ. નામથી સવત્ર સુપ્રસિદધ છે. સં. ૧૭૮૩માં એમણે મૈત્યવંદન કુલકવૃત્તિ પણ રચી અને કેટલાક સ્તુતિ-સ્તોત્રની પણ રચના કરી હતી, એમની ચરણપાદુકાઓ હજાર સ્થળોએ ભારે ભક્તિભાવપૂર્વક આજે પણ પૂજાય છે. તેઓ ભારે ચમત્કારી હોવાના અંગે આ કલિકાળમાં ભક્તોની મનોવાંછા પૂરવા માટે સુરતરુ સમાન છે. એમના સમયે ખરતરગચ્છમાં ૭૦૦ સાધુઓ તેમજ ૨૪૦૦ સાધ્વીઓ એમના આજ્ઞાનુવતી હતા. એવો ઉલ્લેખ ધમકલશ કૃત “શ્રીજિનકુશલરિરાસ” માં મળે છે. એમના પટ્ટપર ષડાવશ્યક બાલાવબેધ તેમજ અનેક સ્તોત્રોના કર્તા શ્રીતરુણપ્રભસૂરિએ લઘુવયસ્ક શ્રીજિનપદ્મસૂરિજીને સં. ૧૩૯૦ જ્યેષ્ઠ સુ ૬ ના રોજ સ્થાપિત કર્યા. - બાલ્યાવસ્થામાં જ એમના પુણ્ય પ્રભાવથી સરસ્વતી દેવી પ્રસન્ન થઈ, જેથી તેઓ “બાલ-ધવલ કુલ સરસ્વતી બિરુદથી પ્રસિદ્ધિને પામ્યા. એમને સ્વર્ગવાસ સં. ૧૪૦૦ ના વૈશાખ શુદિ ૧૪ ના રોજ પાટણમાં થયે. એમની કૃતિઓમાં સ્યુલિભદ્ર ફાગ” ઉપલબ્ધ છે. લુપ્ત થઈને અમાસ કેમ પ્રવૃત્તિમાં આવી ગઈ? એની સત્ય શોધ ઇતિહાસ વેત્તાઓએ કરવી જરૂરી છે. અમારા ખ્યાલ મુજબ તો “પંચદશ્યને પંચસ્યાં” લખાઈ ગયું હોય અને તે વાંચનારાઓના ટે. પંચમ્યાં સહેજે વંચાઈ જવું. કાંઈ અસંભવ નથી. એથી ગુર્નાવલીમાં - લખનારની એ ભૂલ થઈ હોય એમ વિશેષ સંભવ લાગે છે. વસ્તુતઃ સ્વર્ગતિથિ ફાગણની અમાસ, ઠીક લાગે છે. એમનું પણ વિસ્તૃત જીવન ચરિત્ર હિંદીમાં નાહટાજીએ અને તેને ગુજરાતી અનુવાદ મુંબઈ મહાવીર સ્વામી દેરાસરના ટ્રસ્ટીઓએ બહાર પાડેલ છે. (ગુ. સં.) આ બિરુદને ઉલેખ ઉ૦ જિનપાલની ગુર્નાવલીમાં નથી મલતા (8)
SR No.011554
Book TitleYuga Pradhan Jinachandrasuri
Original Sutra AuthorN/A
AuthorDurlabhkumar Gandhi
PublisherMahavirswami Jain Derasar Paydhuni
Publication Year
Total Pages444
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy