________________
( ૬૭૦ )
શ્રી કર્મયોગ મંચ-સવિવેચન.
पश्चाचाराः सदा पाल्याः सेव्या द्वादशभावनाः । मैत्र्यादिभावना भव्या भावनीयाः सदाजनैः ॥ २०३ ॥ भिन्नाचारेषु संमुह्य योद्धव्यं न परस्परम् । सापेक्षनयतो ग्राह्या धमाशा धर्मवृद्धये ।। २०४॥
શબ્દાર્થ સહ વિવેચના–અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પોપકારપ્રવૃત્તિ, વગેરેની પ્રવૃત્તિને સદાચાર કથવામાં આવે છે. દેશકાલાનુસારે વિશ્વમાં બાઘાકારથી ભિન્ન ભિન્ન એવા સદાચારો પ્રવર્તે છે. સદાચારના પ્રચારાર્થે સ્વીયશકિતથી પ્રયત્ન કરે જોઈએ. ધાર્મિકસદાચારે જે ગુણવડે સહિત હોય છે તે ન્નતિસાધક બને છે; ભ્રાતૃભાવ, શુદ્ધપ્રેમ, દયા, ઉદારભાવ, નીતિ, સ્વાર્થ ત્યાગ, સ્વાર્પણ, સમાનભાવ વગેરે ગુણે વિનાના આચારામાં નીરસતા, જડતા, શુષ્કતા, ભ્રષ્ટતા, મલિનતા પ્રાપ્ત થાય છે. ગુણાવિનાના આચાર ખોખાં જેવા છે. ગુણાવિનાને આચારમાત્રને ઘટાપ સદાકાલ જીવી શકતો નથી. આત્માવિનાની પૂતલીઓને નાચ જેમ આત્મા સહિત નાટિકાના નાચ સમ રસિક થતો નથી તહત ગુણ વિનાના આચારે રસિક અને બ્રિતિકારક રહેતા નથી. જ્યાં ગુણ નથી ત્યા આચાર નિષ્ફલ છે. આચામાં ગુણાને રસ રેડાયા વિના ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી. ગમે તેવા સુઠુ ધર્માચારે હોય છે પણ ગુણવિના તેને આદર કરવા માત્રથી આત્મન્નિતિ થઈ શકતી નથી. શ્રી મહાવીર પ્રભુના સમયમાં બ્રાહ્મણોના આચારમાં ગુણેને બદલે હિંસા, અસત્ય, દ્વેષ, આસક્તિ, સ્વાર્થ, અનીતિ વગેરે દુર્ણને પ્રવેશ થયે હતો તેથી મહાવીર પ્રભુએ આચામાં ગુણે હેવાને ઉપદેશ આપીને ધર્ણોદ્ધાર કર્યો હતે. ગૌતમબુદ્ધ પણ ગુણે સહિત આચાથી-વ્રતોથી બ્રતિકારક ઉપદેશ આપ્યો હતો તેથી અનેક બ્રાહ્મણે વગેરે વણેએ બુદ્ધનું શરણું ગ્રહી ગુણો ખીલવ્યા હતા. પશ્ચાત્ બૌદ્ધોના ત્યાગી સાધુઓમાં અને સવીઓમાં કોલ કરી ગુણ વિના આચારનાં
ખા રહ્યા ત્યારે આર્યાવર્તમાં તે ધર્મ પાળનારાઓની અસ્તિતા રહી નહિ. એક ધર્મમાંથી બીજે ધર્મ નીકળે છે તેમાં પણ ગુણ વિના આચારે માત્રના જડપૂજારી મનુષ્ય બને છે અને ધર્મના નામે દુર્ગુણોના દાસ બને છે ત્યારે પણ એ જ સ્થિતિ હોય છે. ક્રિયાઓ, આચા, ધર્મનુષાને ધર્મપ્રવૃત્તિ ઈત્યાદિમા ગુણવિના પ્રવૃત્ત થવાથી પિતાનું અને વિશ્વનું શ્રેય સાધી શકાતું નથી; આચારોના ફલની સાધ્યદષ્ટિ નષ્ટ થવાની સાથે તે તે ધર્મના આચારનું મનુષ્યમાં જીવંત સ્વરૂપ રહેતું નથી. જે આચારો ગુણની વૃદ્ધિ માટે અને ગુણના રક્ષણ માટે છે તેઓનું સ્વરૂપ અવધીને તેઓને સ્વાધિકારે આદરવા જોઈએ. જ્ઞાનશ્રદ્ધાબલે ધર્માચાર–સદાચાર આચર્યા છતાં કલ્યાણ કરનારા થાય છે. જ્ઞાન