SearchBrowseAboutContactDonate
Page Preview
Page 768
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૬૮ ) શ્રી કમગ ગ્રંથ-વિવેચન. શકે છે. જ્ઞાનોદય કાલમા ધર્મની વ્યાપક્તા કરવા સર્વ ઘમય મનુષ્યો પ્રયત્ન કરે છે પરંતુ જેઓ ધર્મને આચારમાં મૂકીને બતાવે છે તેઓનો ધમ સર્વત્ર વિશ્વમાં પ્રસરે છે. જે ધર્મમાં દુનિયાના મનુષ્યોને રસ પડતો નથી તે ધર્મ છે કે સત્ય હોય વા મહાન હોય તથાપિ તેની સર્વત્ર વ્યાપકતા થતી નથી. ધર્મનું અસ્તિત્વ રાખવું એ ધાર્મિક મહાત્માઓના સદાચા પર આધાર રાખે છે. રાગદ્વેષ અહંતા, ઈર્ષા, નિદા વગેરે જેઓના હદયમા નથી એવા કરુણાસાગર મૈત્રીભાવનાવાળા મહાત્માઓથી ધર્મની વિશ્વમાં સજીવનતા રહે છે. દિવ્યત્રકલાનુસારે સદ્દગુણ કર્મયોગી મહાત્માઓ ધર્મને સુયુકિતથી વિશ્વજનોમાં ઉપદેશાદિવડે પ્રચારી શકે છે. પુણ્યબંધાદિકારફ જે જે શુભકર્મો પુણ્યકર્મો, ધર્મક કે જેઓની ઉપયોગિતા ધર્મશાસ્ત્રોમાં દર્શાવી છે તેઓનો વિશ્વમાં પ્રચાર થવા માટે ઉપદેશ દેવો જોઈએ. વિશ્વજનના ભિન્નભિન્ન અધિકાર છે તેથી એક સરખાં પુણ્યબ ધકારક ધમનુષાનોને વા ધર્મને સર્વ મનુષ્ય આશરી શકે નહીં. પુણ્યકર્મોમા સ્વાધિકાર સર્વ મનુષ્ય ભિન્નભિન્ન પ્રવૃત્તિ કરે છે તેમાં મુઝાવું ન જોઈએ એમ પૂર્વ લેકમાં કથવામા આવ્યું છે અને ધર્મની પ્રાપ્તિ કરાવવા માટે સેવાદિમાધ્યધર્મપ્રભાવના કર્મ કરવું જોઈએ. દરરોજ મનુષ્યએ દાનસેવાદિવડે અને ધર્મને લાભ થાય એવાં સત્કર્મો કરવા જોઈએ. ધર્મની પ્રભાવના કરનારા આઠ પ્રકારના પ્રભાવક છે. તેનું જેશાસ્ત્રોમાં વિશેષત વર્ણન કરવામા આવ્યું છે. ધર્મની પ્રભાવના કરનારાઓ જ ખરેખર ધર્મના રક્ષક છે. ધર્મની પ્રભાવના કરનારા મહાત્માઓમાં અભુત સામર્થ્ય રહેલું હોય છે તેને સામાન્ય બુદ્ધિવાળાઓને ખ્યાલ આવી શક્તો નથી. અનેક શુભ કર્મોથી ધર્મની પ્રભાવના કરી શકાય છે. જ્ઞાનદાન, અન્નદાન, વસ્ત્રદાન, સુપાત્રદાન, કીર્તિદાન, અનુકંપાદાન, અભયદાન, ધર્મદાન, અનુકંપાદાન, બ્રહાદાન આદિ અનેક પ્રકારના દાને કથેલાં છે. એવામાં પણ અનેક પ્રકારની કથેલી છે દાન અને સેવાથી સર્વ જીને ધર્મ તરફ આકર્ષી શકાય છે. સાત્વિક દાન અને સાત્વિક સેવાથી આત્માની શક્તિ ખીલે છે અને પુષ્પની આસપાસ જેમ ભ્રમરે ગુંજે છે તેમ તેવા કર્મચગીની આસપાસ ધમમનુષ્યને સમૂહ ભેગા થાય છે અને તેના વિચારને અને આચારેને અનુસરે છે. ધર્મની પ્રભાવના કરનારા મહાત્માઓ અનેક પ્રકારની તેમને એગ્ય લાગે એવી ધાર્મિક પ્રવૃત્તિ કરે છે. તેઓ અમુક જાતના વ્યવહારમા એકાતે બંધાતા નથી, તેઓને મૂળ ઉદ્દેશ ધર્મની પ્રભાવના કરવાને હોય છે તેથી તેઓ ધર્મની પ્રભાવના કરીને સ્વસમાન અનેક ધર્મપ્રભાવકને પણ વિશ્વમાં ઉત્પન્ન કરી શકે છે. શ્રી હેમચંદ્રાચાર્યે ધર્મની પ્રભાવના કેવી રીતે કરી હતી તે તેમના ચરિત પરથી સ્પષ્ટ અવબોધાય છે. સત્તાવ તેને, લક્ષ્મીમંતને અને વિદ્વાનને ધર્મમાં વાળવાથી તથા ધર્મની સ્થાપના થાય એવા ભાષણે અને લેખ લખવાથી ધર્મની પ્રભાવના કરી શકાય છે. ધર્મની પ્રભાવના કરનારાઓની ખરેખર જે ધર્મમાં વિશેષ સંખ્યામાં હોય છે
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy