SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - કલિકાળમાં સંધ બળની જ મહત્તા ( ૬૬૭ ) આત્મસ્વરૂપ યાને અન્નત બ્રહ્મસ્વરૂ૫મય બની જાય છે. શ્રીવરપ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વિશ્વજનના હિતાર્થે ઉપદેશદ્વારા પ્રવૃત્તિ કરી હતી. ગૌતમબુદ્ધ, ઈશુએ, વિશ્વજનની સેવાઓ કરી હતી. સર્વવિશ્વજને જેઓને પૂજ્ય માને છે એવા કર્મગીઓએ વિશ્વજનના હિતાર્થે સર્વસ્વાર્પણ કર્યું હતું. વિશ્વવિદ્યાલય વિદ્યાપીઠે વગેરે પૂર્વક જે ધર્મમાં સેવાના ઉદાર વિચારો અને આચારો પ્રવર્તે છે તે ધર્મ જે કે વર્તમાનમાં સ્થાપિત થયે હેય તે પણ તે વિશ્વમાં વ્યાપક થઈ વૃદ્ધિ પામે છે તે શ્રીવરપ્રભુએ સ્થાપિત જૈનધર્મ વગેરેની ઉપર્યુક્ત પ્રવૃત્તિ વડે વૃદ્ધિ થાય એમાં કંઈ પણ આશ્ચર્ય નથી ગુણકર્મવિશિણ બ્રાહ્મણ ક્ષત્રિયે વૈશ્ય અને શદ્રો સ્વફરજથી એવી વિશ્વના હિતાર્થે પ્રવૃત્તિ કરે છે તે–એ ધર્મ વૃદ્ધિ પામ્યા વિના રહેતો નથી. વિશ્વહિતકારક સેવકે બનવાને માટે અપૂર્વ આત્મસામર્થ્ય પ્રાપ્ત કરવું જોઈએ. સમસ્ત વિશ્વજનેના હદને જે ધર્મ દ્વારા ઉચ્ચ-વિશાલશુદ્ધ કરીને સત્યાનંદશાન્તિ સમપી શકે છે તે ખરેખરો વિશ્વકર્મયોગી સેવક બની શકે છે. સમસ્ત વિશ્વમા ધર્મરક્ષણકારકપ્રબંધની જનાઓ જવી જોઈએ. દેશકાલાનુસારે સમસ્ત વિશ્વવતી ને સર્વ પ્રકારના શુભ ધર્મોની પ્રાપ્તિ થાય છે માટે તેઓના આત્માઓ જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણાથી ખીલી શકે એવી ધાર્મિક પ્રબ ધોની જનાઓને આચારમાં મૂકવી જોઈએ તથા મુકાવવી જોઈએ. દેશકાલાનુસાર તીર્થ કરનામાદિકર્મબંધ કરનારા મહાત્માઓ એવી શુભ ભાવનાપૂર્વક પ્રવૃત્તિ કરી શકે છે. વિશ્વમાં સંઘ, ધર્મ, વ્યક્તિ, વર્ણ, સમાજ, વિદ્યા વગેરેનું સ્વાસ્તિત્વરક્ષણ કરવા માટે શુભ કર્મોને કરાવવા જોઈએ અને જેઓ કરતા હોય તેઓની અનુમોદના કરવી જોઈએ. ત્યાગી મહાત્માઓએ ઉપયુક્ત શુભકર્મોથી શુભ લાભ થાય એ ઉપદેશ દેવે જોઈએ ધર્મ વગેરેનું સ્વાસ્તિત્વ રહે છે તે તેથી પરંપરાએ વિશ્વને અનેક શુભલાભની પ્રાપ્તિ થાય છે અને શાતિની વ્યવસ્થાઓનું પરિપૂર્ણ અર્પણ એકબીજાને કરી શકાય છે. ધર્મનું અસ્તિત્વ સંરક્ષવા માટે શુભયુક્તિ વડે જે જે દેશકાલાનુસારે ચોગ્ય લાગે એવા આવશ્યક કર્મો કરવા જોઈએ. દેશકાલાનુસારે ધર્મનું અસ્તિત્વ સંરક્ષે એવા મહાત્મા કર્મચગીઓ પ્રકટે એવી શુભ પ્રવૃત્તિને-શુભકિતને સેવવી જોઈએ. આ આપત્તિકાલમા ધર્મનું વિશેષ રક્ષણ થાય અને ધમી મનુષ્યનું વિશેષ સ રક્ષણ થાય એવા આપવાદિક કર્મો કરવા જોઈએ. સામાજિક બલ, રાજ્યબળ, ક્ષાત્રબલ, વૈશ્યબલ, બ્રાહ્મણબલ અને શુક્રબલ ભેગું કરીને વિશ્વમા ધર્મનું અસ્તિત્વ રહે એવાં આવશ્યક કર્મો કરવા જ જોઈએ. આ કલિ. કાલમાં સંઘબલ–સામાજિકબલ મહાનું છે. વ્યષ્ટિબલ કરતા સમષ્ટિબલની વિરાટ પ્રગતિ આગલ કેઈનું કંઈ ચાલી શકતું નથી. જ્યા ધર્મના વિચારે અને સદાચારોવડે જેઓ જીવતારૂપમા છે એવા મહાત્માઓ કર્મયોગીઓ સર્વબલને સમૂહ ભેગો કરીને વિશ્વમાં સર્વત્ર ધર્મનું અસ્તિત્વ સંરક્ષી શકે છે અને ધર્મની જીવંત વ્યાપકતા પ્રગટાવી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy