SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૬૪૦ ) શ્રી કર્મળ ગ્રથસવિવેચન -~~~-~ ~-~- - ~~~ ~ ~ ~પ્રવૃત્ત થવું જોઈએ. આત્મજ્ઞાનપૂર્વક ધર્મકર્મોનું રહસ્ય શું છે? તેનો લેકેને પરિપૂર્ણ અનુભવ આપવો જોઈએ કેને અા રાખીને ધર્મકર્મના જે જે સુધારા કરવામાં આવે છે તેમા પરિણામે અલ્પલાભ અને અત્યંત હાનિ પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક જ્ઞાનને સૂર્ય સદા પ્રકાશિત રહે છે તે વિશ્વ મનુ સર્વે સ્વયમેવ સ્વયોગ્ય ધર્મકર્મ સુધારાને કરી શકે છે અને વર્તમાનમાં ધર્મનું રક્ષણ કરી શકે છે. જ્યારે અધ્યાત્મજ્ઞાનને સૂર્ય અસ્ત થાય છે ત્યારે ધમમનુષ્યમાં આચારભેદેથી સંપ્રદાયભેદ થાય છે અને અજ્ઞાની લોનું જેર ફાવી જાતા સત્ય રહસ્યાથી લેકે અજ્ઞાત રહેતાં જડકિયાવાદીઓને પ્રાદુર્ભાવ થાય છે. હવે આધ્યાત્મિકજ્ઞાનના સૂર્યના કિરણેને કંઈક લેાકો પર પ્રકાશ પડવા લાગે છે, તેથી લેકે સત્યની શોધ કરવા લાગ્યા છે. તેથી હાલને સંક્રાન્તિકાલ ગણાય છે. હાલ ધર્મના શાસ્ત્રોનું મન થાય છે અને સત્ય શોધવા માટે વિશ્વમાં સર્વત્ર મહાપ્રવૃત્તિ થએલી છે તેથી એ ચળવળના પરિણામે લેકેમા અનેક ધાર્મિક પરિવર્તને થાય છે યુગપ્રધાન મહાત્માઓ ધર્મકર્મોનો સુધારો કરીને અધ્યાત્મજ્ઞાનબળે ધર્મરક્ષા કરી શકે છે. ધર્મના અસ્તિત્વથી સર્વ શુભકર્મોનું અસ્તિત્વ રહે તે માટે કદાપિ ધર્મને નાશ ન થવા દેવો જોઈએ. ધર્મની અનેક પ્રકારની વ્યાખ્યાઓ થઈ શકે છે. તે પૂર્વના શ્લેકાના વિવેચનમાં જણાવ્યું છે ધર્મની રક્ષા કરવા માટે સર્વ ધમાં મનુષ્યએ સ્વાર્પણ કરીને ધર્મરક્ષાકારક પ્રવૃત્તિમાં પ્રવર્તવુ જોઈએ. અજ્ઞાનીમનુ ધર્મકર્મની રક્ષાના નામે અધ્યાત્મજ્ઞાનના અભાવે બાહ્ય પ્રવૃત્તિમાં મતભેદ પાડીને પરસ્પર કદાગ્રહ કરી–ભેદ કરી ધર્મકમેન નાશ કરે છે, માટે આત્મજ્ઞાનીઓ વિના સામાન્યાિરુચિને ધારણ કરી રૂઢિથી પ્રવર્તનારા ધર્મકર્મોમા ગાડરી આપ્રવાહ પેઠે ચાલનારા મનુષ્ય ધર્મની રક્ષાના બદલે તેને નાશ કરે છે એવું જાણું તેઓનાથી ચેતતા રહેવુ; આત્મજ્ઞાન વિના ઉદારભાવનાથી, વ્યાપકભાજનાથી, અદ્વૈત ભાવનાથી અને અનેકાન્તનશૈલીથી ધર્મકર્મની સુધારણા થઈ શકતી નથી. જેઓને સુધારવાના છે તેઓને સર્વથી પ્રથમ અધ્યાત્મજ્ઞાન આપવું જોઈએ કે જેથી તેઓને ધર્મકર્મના સુધારાઓ સારી રીતે સમજાવી શકાય અને વર્તમાનકાલાનુસારે ધર્મકર્મો સુધારીને સમાજપ્રગતિકારક, સઘપ્રગતિકારક એવા ધર્મની રક્ષા કરી શકાય ધર્મરક્ષકજ્ઞાનીમહાત્માઓએ સર્વજ્ઞાનાવરણીયાદિકને નાશ થાય અને આત્માને અનંત આનન્દ પ્રકટ થાય એવી દષ્ટિએ ધર્મવૃદ્ધિકર કર્મો કરવાં જોઈએ. સર્વ વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવ્ય કર્મોને મૂળ ઉદ્દેશ શાશ્વતાનન્દ પ્રાપ્તિરૂપ છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મના નાશરૂપ છે, માટે ધર્મરક્ષાકારક મહાત્માઓએ એ ઉદ્દેશને ક્ષણે ક્ષણે યાદ કરીને ધર્મવૃદ્ધિકર કાર્યો કરવા જોઈએ. સર્વ જ્ઞાનાવરણીયાદિકને નાશ કરે અને આત્માના અનન્ત આનદને અનુભવ કરે એ દષ્ટિએ તેઓ ધર્મકર્મમાં પ્રવર્તે એ બોધ આપવો જોઈએ અને એજ દૃષ્ટિએ ધર્મકર્મની રક્ષા કરવી જોઈએ. ધર્મકર્મોમાં દેશકાલ પર અનાદિકાલથી અનેક પરિવર્તને
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy