SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ભીવને ત્યાગ કરે. (કલ્સ) ~ ~ ~~ માનનારા જેને જે વાસ્તવિક રીતે આત્માનું નિત્ય સ્વરૂપ અવબોધી વ્યવહારકર્તવ્ય કાર્યમાં પ્રવર્યા હતા તે તેઓની દેહાદિકમમત્વવાસનાયેગે પતિત દશા થઈ તે થાત નહિ અને પૂર્વજોની વ્યાવહારિક ઉરચ પદવીઓ પર તેઓ કાયમ રહી શક્યા હોત. શબ્દથી આત્માને અંધપરંપરાએ નિત્ય માનવાથી આત્માની ઉન્નતિ થતી નથી, પરંતુ વસ્તુત આત્માની નિત્યતા અવધવાથી પુણ્ય અને પાપનું પરભવમાં કતૃત્વ અને કર્તવ સિદ્ધ થાય છે અને તેથી નીતિના નિયની આવશ્યકતા પણ સિદ્ધ કરે છે. આત્માને નિત્ય માનનારી આર્યપ્રજા જે આત્માનું નાસ્તિત્વ માનનારી પ્રજા કરતા આત્મગ, પ્રાણસમર્પણ અને કર્તવ્ય કાર્યમા પશ્ચાત્ રહે તે એમ માનવું કે વસ્તુ તે આત્માને અંતકરણથી નિત્ય માનનારી પ્રજા નથી. આત્માને નિત્ય માનનારા મનુષ્યને કર્તવ્ય કર્મફલને પરભવમા વિશ્વાસ રહે છે. તેથી આ ભવમા કલ્ય કર્મ કરવામાં દેહને જલપરપિટાની પેઠે ત્યાગ થાય તે તેમ કરવામાં તેઓ જરામાત્ર આચકે ખાતા નથી જે મનુષ્ય કર્તવ્ય કાર્યમાં દેહ પ્રાણુને નાશ કરવામા આચકો ખાય છે તેઓના વંશના મનુષ્ય આ વિશ્વમાં ધર્મમાર્ગમા અને વ્યવહારમાર્ગમા દાસત્વકેટીમા પડી જીવી શકે છે. મમતા-અહંવૃત્તિભીતિ વગેરે મેહની દાસીઓ છે, તેના તાબામાં આવે છે તેઓ આત્માનું નિત્યત્વ વિસારીને પ્રત્યેક કર્તવ્ય કાર્યમા મમત્વને કરી અને તેઓ દાસીની પ્રજામાં ખપે છે અને પિતાની સંતતિ માટે તેઓ દાસત્વને વારસો મૂકી જાય છે. આત્માને નિત્ય માનનાર મનુષ્યો ત્યારે "ગણાય કે જ્યારે તેઓ આત્માને નહિ માનનારા મનુષ્ય કરતા સાસારિક વ્યવહારની સર્વ શુભ આવશ્યક પ્રગતિમા સદા આગળ રહી શકે અને આત્માનું આસ્તિય નહિ માન"નારા મનુષ્યને તે સ્વતાબામાં રાખી શકે. આત્માને નિત્ય માનનારા આર્યમનું ત્યારે ગણાય કે જ્યારે તેઓ આત્માને નહિ માનનારા નાસ્તિક મનુષ્યના કરતા તન-મન-ધનનો ભેગ આપતા જરામાત્ર ખચકાય નહિ અને સર્વ પ્રકારની વિદ્યા-કલાદિવડે નાસ્તિક મનબેના કરતાં આગળ વધી શકે અને વિશ્વમા પારમાર્થિક કાર્યો કરીને સર્વત્ર શાતિ પ્રસરાવવા જેટલું સદા બલ કાયમ રહે એવી વ્યવસ્થાઓને વંશપરંપરામા સંરક્ષી શકે. આત્મા નિત્ય છે એમ બેલનારા લાખો કરોડે મનુષ્ય મળી આવે છે, પરંતુ જ્યારે દેહત્યાગ અને પ્રાણત્યાગને પ્રસંગ આવે છે ત્યારે તેઓ દેહ પ્રાણમમત્વ અને ભીતિ ધારણ કરી ભીરુ બની કર્તવ્ય ક્ષેત્રથી કરોડો ગાઉ દૂર ભાગી જાય છે. આવી રીતે આત્માને નિત્ય માનનારા અને આત્મા નિત્ય છે એમ બોલનારા મનુબે વર્ગ અને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકતા નથી. આત્માને ખરી રીતે નિત્ય માનનાર મનુ મહાવીર પ્રભુના પગલે ચાલીને તેઓ વીરત્વના આવશ્યક કર્તવ્ય કાર્યોને કરી વિશ્વમાં સર્વત્ર સર્વદા પ્રગતિમાં સર્વ કરતાં આગલ રહે છે. આત્માને નિત્ય માનનારાઓ સર્વ પ્રકારની શુભ ગતિમા. ઘર પરિસહ-ઉપસર્ગો-વિપત્તિ-સંકટ વેઠીને આગળ વધે છે અને તેઓ અવૃત્તિ-અશ્વ.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy