SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મધ્યાનની આવશ્યક્તા (૪૮૧ ). યાયની દૃષ્ટિથી જોવાનું થયું ત્યારથી અન્ય ક્ષત્રિયાદિ વચ્ચે જૈનધર્મને ત્યાગ કરીને અન્ય ધર્મ કે જે પાળતાં છતાં સ્વર્યાનુસારે આજીવિકાદિ કર્મો કરાય તે ધર્મ અંગીકાર કર્યું એવું પ્રવેવથી અને અનુભવથી અવબોધાય છે. પ્રસંગોપાત્ત અત્રે એ પ્રમાણે કરાયું તેમાથી સાર એ લેવાનો છે કે વર્ણગુણર્માનુસારે લૌકિક આવશ્યક કમેને ગ્રહણ કરે છે અને અન્તરથી શુભાશુભ વૃત્તિથી ન્યારા રહે છે પરંતુ વ્યાવહારિક કર્તવ્યકર્મથી જણ થતા નથી. બાહ્ય દય પદાર્થોમાં વરતુત. શુભાશુભવ નથી, પરંતુ શુભાશુભભાવની અપેક્ષાએ તેમાં શુભાશુભત્વ કલ્પાય છે. પરંતુ તે શુભાશુભત્વની કલ્પના વરતુત જડી છે એવું અવધીને બાહ્ય વ્યવહારપેક્ષાએ આવશ્યકત્વ અવધીને આવશ્યક કર્તવ્ય કર્મ કરતા છતાં પણ અંતરથી શુભાશુભ પરિણામથી ચાર રહીને હૃદયમાં પરમાત્મસ્વરૂપને ઉપગ રાખ્યાથી સ્વાત્મા ખરેખર કર્મથી બંધાતું નથી. બાટ્ટા કર્તવ્ય કાર્યો અને શ્ય પદાર્થોમાંથી શુભાશુભવૃત્તિ ટળતાં કર્તવ્યકર્મનો કર્તા છતાં પણ આત્મા અતાં બને છે, તેનું કારણ એ છે કે બાહ્ય કર્તવ્ય કાર્યોમાં શુભાશુભવૃત્તિ વિના બંધાવાનું થતું નથી, અને જ્યારે બંધાવાનું થતું નથી ત્યારે શુભાશુભત્વ ફુલપરિણામ વિના કાર્યના કર્તા છતાં પણ કર્તાપણું રહેતું નથી અને પાર્થોના ને પ્રારબ્ધયેગે જોગવવા છતાં પણ ભક્તાપણું ખરેખર જ્ઞાનીઓને રહેતું નથી, કારણ કે બે પ્રકારની એક પણ વૃત્તિ વિના બાહ્ય ગિાવડે કર્મસથી આત્મા બંધાતા નથી—એવું અવબોધીને મનુષ્યએ આન્તરિક નિર્મલ પરિણતિવડે દેશોન્નતિ, સમાજેન્નતિ આદિ કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ અને કર્મચગની પ્રવૃત્તિ વડે વિશ્વ જેને ઉપગ્ર કરવાના કાર્યોમા તત્પર રહી જગતના કરેલા ઉપગ્રહનું દેવું પાછું વાળવાની ફરજ અદા કરવી જોઈએ; કે જેથી ઉચ્ચ ગુણિ પર ચડતાં પ્રમાદદશા ન પ્રાપ્ત થઈ શકે. મનુષ્યએ કર્તકાર્યોથી શુભાશુભ વૃત્તિને ત્યાગ કરવાને માટે આત્મસ્થાન ધરવું જોઈએ. આત્માનું સ્વરૂપ જાણીને તેનું ધ્યાન ધરવાથી આત્માની સ્વરૂપમાં સ્થિરતા થાય છે અને શુભાશુભવૃત્તિયોથી પિતાને આત્મા વિશ્વ પરખાય છે. આત્મા ત્યારે વાત્મ શુદ્ધ ધર્મનું સ્વરૂપ અવબોધે છે ત્યારે તેને વાસ્તવિક ધર્મ તેના બાહ્ય શુભાશુભ કર્તવ્યથી અને શુભાશુભ વૃત્તિથી ભિન્ન લાગે છે અને તેથી તે બાહ્ય કર્તવ્ય કર્મોથી સ્વાત્મધર્મને ત્યારે અવધે છે, તેથી તે બાહ્ય આવક કર્યો કરતે છો પણ તેમા શુભાશુભ પરિણામથી વેપાતો નથી. આત્માનની પ્રબલ ભાવનાના અભ્યાસે બાહ્યમાં પાયલું શુભાશુભત્વ રહેતું નથી અને તેથી બાહ્ય કર્તવ્ય ને દેશ્ય પદાર્થોથી અન્તરમાં શુભાશુભ વૃત્તિ ન ઉડવાથી આત્મા અને બાહ્ય પદાર્થો અને સંબંધ થતો નથી, તેથી બાહા કર્તવ્ય કાર્યો કરતા છતાં પણ કર્મથી આત્મા ન બંધાથ એ વાસ્તવિક સ્થાન છે આત્માના શુદ્ર સ્વરૂપનું ધ્યાન ધરવા માટે પ્રથમ અધ્યાત્માની
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy