SearchBrowseAboutContactDonate
Page Preview
Page 567
Loading...
Download File
Download File
Page Text
________________ - મે પ - - - - - - - - પાશ્ચાત્ય વિદ્વાનની પ્રવીણતા (૪૬૫) એવી શકે છે. જે જે બાબતેની આવશ્યક્તા અવબોધાતી હોય તે તે બાબતના કર્મગીએ પ્રગટાવવા જોઈએ; એમા જરા માત્ર પ્રમાદ સેવવામાં આવશે તે પ્રગતિશીલ અન્યદેશીય અને અન્યધમી પ્રજાઓની પાછળ સેંકડો વર્ષ સુધી રહી શકાશે; સ્વાસ્તિત્વપરપરાસંરક્ષક બીજકને પણ નાશ થશે. કર્મવેગની પરિપૂર્ણ યોગ્યતા મેળવવાને પૂર્વે ચારે વર્ણના વિદ્યાર્થીઓ વિશ પચીસ વર્ષ પર્યન્ત ગુરુકુલમાં વાસ કરીને વિદ્યાધ્યયન કરતા હતા અને પશ્ચિાત્ સર્વ પ્રકારની કાયિક વાચિક અને માનસિક શકિત ખીલવીને ગૃહસ્થાવાસમાં કર્મચગી બની પ્રવેશ કરતા હતા અને જે ત્યાગાશ્રમને ચગ્ય થતા તેઓ ત્યાગી બની ત્યાગીગ્ય આવશ્યક કર્મવેગને સેવતા હતા. તેથી વિશ્વમાં વ્યાવહારિક અને ધાર્મિક પ્રગતિમાં કઈ રીતની ખામી રહેતી નહોતી. હાલ તેવી વ્યવસ્થાને ઉદ્ધાર કરીને મનુષ્યોને કર્મગીઓ બનાવવાનો પ્રયત્ન શરૂ થયો છે. વીશ પચીસ વર્ષ પર્યત બ્રહ્મચર્ય ધારણું કરીને પૂર્વે ચારે વર્ણના બાલકે અને બાલિકાઓ અભ્યાસ કરીને કર્મયેગીનું પદ પ્રાપ્ત કરતી હતી તેવી વ્યવસ્થાને શનૈ શનૈ યુક્તિપૂર્વક જમાનાને અનુસરી ઉદ્ધાર કરવું જોઈએ કે જેથી કમગીઓ દ્વારા વિશ્વનો ઉદ્ધાર થઈ શકે. બૂમ પાડવાના કરતાં કર્મ ક્રિયામાં ચિત્ત રાખીને પ્રત્યેક કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરી કમલેગી બનવું જોઈએ કે જેથી સર્વ પ્રકારની શુભ પ્રગતિને ઉદ્ધાર થઈ શકે. મોટી મોટી વાતે કરવાથી કંઈ વળતું નથી વાત કરતાં વડાં થવાના નથી. વાતે કરવા માત્રથી કેઈને અસર થવાની નથી માટે કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં મસ્ત બનીને આદર્શ પુરુષ બનવું જોઈએ. જેણે આગગાડી શોધી કાઢી તેણે દેશદેશ બૂમ પાડી નહોતી તો પણ તેના કર્તવ્યથી તે જગપ્રસિદ્ધ થયા અને તેની આદર્શકર્તવ્યતાથી અન્ય વિસેને શોધક બુદ્ધિદ્વારા કાર્યપ્રવૃત્તિ થઈ. એડીસન અને દાક્તર જગદીશચંદ્ર બેઝ વગેરે શોધકે અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે તેનું કારણ એ છે કે તેઓએ શેાધકવિજ્ઞાનપ્રવૃત્તિથી કર્મવેગમાં પ્રવૃત્તિ કરી વિપગી શોધખોળ કરી છે અને હજી તેઓ શેક કર્મળપ્રવૃત્તિમાં મસ્ત બનીને અનેક જાતની શેર કર્યા કરે છે. આર્યાવર્તમા અનેક વિદ્વાનો પાક્યા પણ કોઈએ બે પૈડાંથી ચાલનારી ગાડી કે જે લાખો વર્ષથી વંશપરંપરાએ વારસામાં આવે છે તેમાં કોઈ જાતને શોધક બુદ્ધિથી ફેરફાર કરી શક્યા નહિ; તેનું માન તે ખરેખર પાશ્ચાત્ય વિદ્વાનોને ઘટે છે આર્યાવર્તે રાત્રીના વખતમાં તેમના કેડીયાને દી કરીને અદ્યપર્યત દીપકને વ્યવહાર ચલાવ્યો હતો. ફાનસ સર્ચલાઈટ વગેરે આર્યાવર્તન કર્મ ચોગીઓની કમાણી નથી. હજી પણ આર્યો જાગશે નહિ અને ધકબુદ્ધિવડે સર્વ પ્રકારની પ્રગતિમાં પ્રવૃત્તિ કરવામાં મસ્ત નહિ બનશે તે તેઓનું આર્યશ્રેત્ર ફક્ત ઈનિસના પાને રહી શકશે. જ્યાં આગગાડીના વેગે પ્રગતિ-પ્રવૃત્તિ થતી હોય ત્યાં રંગસીયા
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy