SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ' ( ૪૪૬), શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. તત્પર થવું જોઈએ. સંવર અને નિર્જરાની આરાધના કરનાર મહાજ્ઞાની રેગીઓની, મુનિવરોની સેવા માટે વિશ્વવર્તિ સકલજીએ તત્પર રહેવું જોઈએ. શ્રી તીર્થંકર મહારાજા સમવસરણુમાં બેસી દેશના દેઈ મનુષ્ય વગેરેને ઉદ્ધાર કરે છે તેથી તેઓ મહાદેવત્રિભુવનપતિ-મહામાહન વગેરે વિશેષણેથી સ્તવાય છે. આ વિશ્વમાં પરસ્પરપ્રવર્તિત ઉપકારસૂત્રને જે ઉરછેદ કરવા તત્પર થાય છે તે આ વિશ્વશાલામાં અપાતિના નિયમાનુસારે સ્વજાતિને અધપાત કરે છે. પરસ્પર ઉપકાર કરવાની પ્રવૃત્તિને માન આપીને પ્રવર્યા વિના વિશ્વપગ્રહમાંથી મુકત થઈ શકાય તેમ નથી. સંપૂર્ણ વિશ્વવસ્તુઓને સંચય કરીને તેને રખવાળ બનવાથી માનવને કઈ જાતને લાભ નથી. અહમમત્વના પડદાઓને છેદીને જે આ વિશ્વને દેખવામાં આવે તે આ વિશ્વ એક કુટુંબ સમાન ભાસે અને પિતાની સર્વશક્તિનું વિશ્વને સમર્પણ કરી શકાય. જેવું વિશ્વમાંથી લેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે તેવી વિશ્વને પાછું દેવાની વૃત્તિ અને પ્રવૃત્તિ કરવી એ સ્વફરજ છે, તેનાથી વિશેષ મનુષ્ય કરી શકતો નથી. અતએ તેણે વિશ્વની સાથે સત્તાધિકારી છતાં અને ધનપતિ છતા સમાનભાવથી વર્તવું જોઈએ, વિશ્વના અને પિતાના કરતાં નીચે અને પિતાની કૃપાવડે જીવી શકે છે એવું મનમાં ધારીને કદાપિ કેઈ ઉપગ્રહ પ્રવૃત્તિને સેવે તે તે ચગ્ય ગણી શકાશે નહિ. સર્વ છે પિતા પોતાની ફરજે મેટા છે. આપણે તેઓને શા માટે હલકા ગણવા જોઈએ? આપણે જેમ અન્યના ઉપકારે ગ્રહણ કરીને જીવતા હોઈએ છીએ તેમ અન્ય જીવો આપણું ઉપગ્રહને ગ્રહી જીવી શકે છે, તેથી તેઓને હલકા ગણવાને પાપગ્રહદષ્ટિએ અધિકાર નથી. પરસ્પર એકબીજાની ફરજરૂપ ધર્મ અદા કરવાને આ વિશ્વશાલામાં સર્વ જીને અધિકાર છે તેમાં સદા પ્રવૃત્તિ કરવી જોઈએ. આ વિશ્વશાલામાં પરોપકાર કરે એજ પ્રભુને પ્રાપ્ત કરવાને અને ન્નતિ કરવાને ઉપાય છે, તે વિના કદાપિ આત્મગુણે ખીલવાના નથી. જે મનુષ્યો પાપકાર કરે છે તે પ્રભુના માર્ગને પ્રાપ્ત કરે છે અને દુર્ગાને ત્યાગ કરીને સદ્દગુણેને ગ્રહણ કરી શકે છે. ભેદભાવની વૃત્તિને ત્યાગ કરીને પરસ્પરોપગ્રહ કરવાની વૃત્તિને આદર અને આ વિશ્વવર્તિ દુખી જીવપ્રતિ દષ્ટિ દઈ તેઓનાં દુખ ટાળવાને તેઓના આત્માની સાથે પિતાના આત્માની એકતા કર કે જેથી તેઓના દુખને હર્તા બની શકે પરોપકારને જે ધર્મ ન માનતા હોય તેવા રાક્ષસને આ વિશ્વમાં જીવવાનો હક્ક નથી. દવા- . શાળાઓ, પાઠશાળાઓ, બેડીંગે આશ્રમ, ગુરુકુલે, રાજ્યકાયદાઓ, સદાચાર, પ્રપાઓ, પાંજરાપોળ, અનાથાલયે, બહેરા મુંગાની શાળાઓ, સાધુઓને ઉતરવાના સ્થળે, ભાષણ શાળાઓ, ઉપાશ્ર વગેરે સર્વે ઉપકાર કરવાના સ્થાનકો છે ઉપકાર કરવાનાં જે જે સાધને - હોય તેઓને સાર્વજનિક દૃષ્ટિએ સર્વ ને યથાયોગ્ય લાભ મળે તેવી રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ અને સર્વ જીના હૃદય શાન્ત કરવા અનેક ઉપકારની પ્રવૃત્તિમાં તત્પર થવું
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy