SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૩૮૦) શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. તેથી કોઈ જાતને લાભ પ્રાપ્ત થતું નથી. અમદાવાદમાં એક શેઠને વ્હાલામાં હાલે પુત્ર હતે. શેઠ જૈનધર્મી હતા, ભરયૌવનાવસ્થામાં શેઠને પુત્ર મરણ પામ્ય, શેઠે તેનાં મૃતકાર્યો કર્યા અને ઉપાશ્રયમાં મુનિ પાસે આવી વ્યાખ્યાન શ્રવણ કરવા લાગ્યા. મુનિએ શ્રાવકને પૂછયું, તમારે પુત્ર મૃત્યુ પામે તેથી તમને કેમ શેક નથી થતો ? શ્રાવકે પ્રત્યુત્તર આપ્યો કે ગૃહસ્થાવાસના ધર્મ પ્રમાણે પુત્રની ઉન્નતિ કરવી અને તેનું પ્રેમપૂર્વક પાલન કરવું એ મદીય વ્યવહાર–કર્તવ્યધર્મ પ્રમાણે મૃત્યુના ચરમસમય પર્યત મેં ધર્મ બજાવ્ય; તેના આત્માને શાંતિ મળે એવા સર્વ ઉપાયો મેં કર્યા તેમ છતાં આયુષ્યાવધિ પૂર્ણ થતાં તેને આત્મા પરભવમાં ગમે તે આત્મા અમર છે, તેણે દેહરૂપ વસ્ત્રને ત્યાગ કરી અન્યભવમા અન્ય દેહવસ્ત્રને કર્માનુસારે ધારણ કર્યું. તેના આત્માની સાથે મારે આત્મભાવથી વર્તવાની જરૂર છે. દેહરૂપ વસ્ત્રો તે સર્વ આત્માઓનાં બદલાય છે તેથી દેહરૂપ વસ્ત્રોને વા મારા સવાર્થને મારે શોક ન કરવો જોઈએ. જે બનવાગ્ય હોય છે તે બને છે તે સ્થિતિના આધીન સર્વ છે એ નિશ્ચય અવધ્યા પશ્ચાત્ આત્મારૂપ સૂર્યની તરફ શોકરૂપ વાદળને શા માટે છવરાવવું જોઈએ? આ પ્રમાણે શ્રાવકની વાણી સુણીને સુનિ પ્રમોદ પામ્યા અને સભ્યજનેને બોધ થયો. કર્તવ્ય કાર્યો બજાવતા જે જે બાદશાઓ પ્રાપ્ત થવાની હોય છે તે થયા કરે છે. હરિશ્ચંદ્રને પાઠ ભજવનાર નાટકીઓ સ્વમનમાં શોકાતુર થતો નથી કારણ કે તે જાણે છે કે વાસ્તવિક હું હરિશ્ચંદ્ર નથી અને વાસ્તવિક તારામતી મારી રાણી નથી એવી તેના મનની સ્થિતિથી તે કર્તવ્યકર્મમાં વ્યાહ પામતું નથી તેથી તે શોકાધીન બની શકતો નથી, તકત પ્રત્યેક મનુષ્ય આ સંસારરૂપ નાટકશાળાના અનેક અવતારરૂપ અનેક પડદાઓમાં અનેક પ્રકારના વે ભજવવા જોઈએ; પરંતુ તેમાં પોતે તે નટ નાગરની પિડે ત્યારે છે એવો અનુભવ કરી પ્રવર્તવું જોઈએ કે પશ્ચાત્ તેને શેક અનુત્સાહ અને દીનતાના વિચારે ઘેરી શકે નહિ. આ વિશ્વમા કૃત્યાકૃન્ય વિવેક અને ઉત્તમ વ્યવહારવડે કાર્યપ્રવૃત્તિ કરતાં કાર્યની સફલતા ન થાય એવું લદષ્ટિથી દેખાય તે પણ અન્તરમાં વિચારવું કે મારું કર્તવ્ય મેં કર્યું છે. મારી ફર્જ અદા કરવામાં મારે સત્યાનન્દ માનવો જોઈએ. કોઈ કર્મના ઉદયથી વા અન્ય કારણોથી કાર્યસિદ્ધિ ન થાય તો તેથી કર્તવ્યફર્જ બજાવ્યાથી મનમાં અંશમાત્ર શક ન કર જોઈએ. શક્તિને કર્તવ્યકર્મમાં ફેરવ્યા પશ્ચાત ગમે તે થાઓ તે મારે દેખવું ન જોઈએ અને શેક પણ ન કર જોઈએ. આત્મોન્નતિના માર્ગ પર સ્થિર રહીને કર્તવ્ય કાર્યો માટે જે જે બાહ્યદશામાં મૂકાયેલ છું તદનુસારે કાર્યો કરવા જોઈએ શેક એ ખરેખર આત્માની નબળાઈ છે. આત્માની મસ્તદશામાં શોક પ્રગટતા જ નથી. કથનીય સારાંશ એ છે કે ત્યારે શક ન કરવું જોઈએ.
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy