SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રદ્ધાનું અપૂર્વ બળ. ( ૨૯૭ ) તેઓ ઈતિહાસના પટ પર કંઈ શભ કાર્યોની યાદી મૂકી શક્યા નથી અને મૂકી શકનાર નથી. આત્મા પોતે પરમાત્મા છે, તે ધારે છે તે કાર્ય કરી શકે છે. અતએ હું ધારીશ તે કાર્ય કરી શકીશ એ નિશ્ચય કરીને કર્તવ્યશ્રદ્ધાલુ મનુષ્ય આત્મભેગ આપવામા પશ્ચાતું પડતું નથી. કર્તવ્યશ્રદ્ધાલુ અને આત્મશ્રદ્ધાવંત મનુષ્ય સર્વ બાબતમાં મન વચન અને કાયાથી પ્રામાણિક રહે છે અને તે પિતાની ઉચ્ચતા-શુદ્ધતા સમજવા માટે શક્તિમાન થાય છે. પૂર્ણ શ્રદ્ધાથી જે જે કાર્યો કરવામાં આવે છે તે તે કાર્યો પ્રાયઃ પૂર્ણ કરી શકાય છે. અતએ પૂર્ણ શ્રદ્ધાનું અવલંબન કરવાની ખાસ જરૂર છે. એક ગુરુ પાસે બે વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા. એક દિવસે ગુરુના મનમા એ વિચાર આવ્યું કે બે શિષ્યને પરિપૂર્ણ વિદ્યાની પ્રાપ્તિ કરાવવા માટે બ્રાહ્મી ચૂર્ણ સિદ્ધ કરવું. ગુરુએ અનેક ઔષધીઓ ભેગી કરી બ્રાહ્મીચૂર્ણની સિદ્ધિ કરી અમુક મુહૂર્તે બન્ને શિષ્યોને ખાવા માટે આપ્યું. એક વિદ્યાર્થિઓ પૂર્ણ શ્રદ્ધાથી સરસ્વતી ચૂર્ણનું ભક્ષણ કર્યું અને અન્ય વિદ્યાર્થિઓ માખીના ચૂર્ણ જેવું જાણી શંકા લાવી ભક્ષણ કર્યું. જેણે પૂર્ણ શ્રદ્ધાથી બ્રાહ્મચૂર્ણનું ભક્ષણ કર્યું તે વિદ્વાન થશે અને જેણે ગં ધરીને ચૂર્ણ ભક્ષણ કર્યું તે મૂર્ખ રહ્યો. એ દાન્તપરથી અવધવાનું કે પ્રત્યેક કર્તવ્યની પરિપૂર્ણ શ્રદ્ધાથી પિતાને જેટલે વિજય થાય છે તેટલો અન્ય કશાથી થતું નથી. કર્તવ્ય કાર્યનું વપરને–વ્યષ્ટિ અને સમષ્ટિને ફલ પ્રાપ્ત થવાનું છે એમ પરિપૂર્ણ અવધીને અને પૂર્ણ શ્રદ્ધા ધારણ કરીને જે મનુષ્ય કર્તવ્ય કાર્યને કરે છે તે કદાપિ પ્રગતિમાર્ગમાંથી ભ્રષ્ટ થતો નથી. આવશ્યક કર્તવ્ય કાર્યોને પરિપૂર્ણ શ્રદ્ધાથી કરવાં જોઈએ. કમગીઓ-જ્ઞાનગીઓ-હઠાગીઓ-ભક્તગીઓ અને સેવાયેગીઓ પ્રત્યેક કર્તવ્ય કાર્યમા કર્તવ્યશ્રદ્ધા અને આત્મશ્રદ્ધાથી પ્રવર્તે છે તેથી તેઓ વિશ્વમાં આદર્શજીવન ધારણ કરીને અમર બને છે શ્રદ્ધાળલગથી અનેક રોગોને મટાડી શકાય છે તેનું રહસ્ય ખરેખર યોગીઓ જાણે છે તેથી તેઓ અનેક રૂપાતરથી શ્રદ્ધાને કેળવી તેને સમ્યમ્ ઉપયોગ કરી શકે છે. પરિપૂર્ણ શ્રદ્ધાળલથી જે કાર્ય કરવામાં આવશે તેમાં દૈવીસામર્થ્યની સાહાધ્ય મળે છે. અનેક ધર્મપ્રવર્તકેના ચરિત્રે વાચવાથી માલુમ પડશે કે તેઓને સત્કાર્ય પ્રવૃત્તિમા નસેનસે પરિપૂર્ણ શ્રદ્ધાળલની સાથે લડી વહેતું હતું, તેથી તેઓ વિશ્વને ચમત્કારો બતાવવાને શક્તિમાન્ બન્યા હતા. મંત્રની સાધનામા પરિપૂર્ણ શ્રાવિના એક ક્ષણમાત્ર પણ રહી શકાતું નથી, તેમજ ઓપધ-દવાઓના ભણમાં પણ શ્રદ્ધાળલથી અપૂર્વ ફાયદો થાય છે તેના અનેક દાખલાઓ વિદ્યમાન છે. કઈ પણ કાર્ય પ્રવૃત્તિમાં શ્રદ્ધાની જરૂર પડે છે. વિદ્યાપ્રવૃત્તિ-શાત્રકર્મપ્રવૃત્તિ-વંગ્યપ્રવૃત્તિ અને પ્રવૃત્તિ વ્યવહારપ્રામાણ્ય સિદ્ધ કરવામાં પ્રથમ પ્રદાની જરૂર છે. શ્રદ્ધાના નિમિત્તપર અનેક ભેદો પડે છે તેમાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનું અવલંબન કરવાની જરૂર છે. પ્રત્યેક કર્તવ્ય કાર્ય ૩૮
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy