SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - ( ૨૯૬) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. " સેવક–રાજાઓ-કવિયે--જ્ઞાનીઓ-વિદ્યાથીઓ-સાધુઓ અને ધર્માચાર્યો ઉત્સાહથી વાધિકાર કર્તવ્ય સમ્પ્રવૃત્તિમાં ઉત્સાહ સેવે છે તે તેથી તેઓ અને પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં સલ્લાભ દેખવાને શક્તિમાન થાય છે. ઈટાલીઅન ગરીબાડી પોતે જે જે કાર્ય કરતો હતો તે ઉત્સાહપૂર્વક કરતો હતો. તેને જે જે કાર્ય સોપવામાં આવતું હતું તેમાં તે ઉત્સાહથીદુખ પરિશ્રમ વેઠીને વિજયી નીવડતું હતું તેથી તે ઈટાલી દેશને ઉદ્ધારક મહાપુરુષ તરીકે ગણાયે. પ્રત્યેક દેશમાં અનેક કમગીઓ થયા છે. તેઓની કાર્યપ્રવૃત્તિમાં ઉત્સાહ મુખ્ય ભાગ ભજવે માલુમ પડે છે. રાજપુત વીરે અલ્પ સંખ્યામા હેઈને તેઓએ હજારે લા મુસલ્માનેને હઠાવ્યા હતા એવું તેઓના ઉત્સાહજૂરથી ટેડ રાજસ્થાન ફાર્બસરાસમાળા વગેરે વાંચતાં માલુમ પડે છે. અતએ ઉત્સાહપૂર્વક કર્તવ્ય કાર્યો કરવાની સત્યવૃત્તિ સદા સેવવા ચગ્ય છે. પૂર્ણ શ્રદ્ધાનું અવલંબન કરીને કાર્યપ્રવૃત્તિમાં વર્તવા માટે પૂછશો તમારા એ પદ મૂકીને જે કાર્યપ્રવૃત્તિની સિદ્ધિનું રહસ્ય દર્શાવ્યું છે તે ખરેખર અન્તરમાં અનુભવગમ્ય કરવું જોઈએ. પૂર્ણ શ્રદ્ધાના અવલંબન વિના કાર્યની સિદ્ધિ કરી શકાતી નથી. કાર્યપ્રવૃત્તિરૂપ દેહમાં શ્રદ્ધા ખરેખર વીર્યસમાન છે. જે કાર્ય પ્રવૃત્તિમાં પ્રવર્તકની શ્રદ્ધા નથી તે કાર્યની સિદ્ધિ થઈ શક્તી નથી. કાર્યપ્રવૃત્તિશ્રદ્ધાઆત્મશ્રદ્ધા અધિકારશ્રદ્ધા-સાધ્યકૂલશ્રદ્ધા અને પ્રમાણુ શ્રદ્ધા આદિ શ્રદ્ધાઓ વિના ચાલી શકાય તેમ નથી. જે મનુષ્યને પોતાના વિચારો અને કર્તવ્ય કાર્યોની શ્રદ્ધા નથી તેના જેવા આ વિશ્વમાં અન્ય નિર્બલ નિર્જીવ મનુષ્ય નથી. પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં આત્મશ્રદ્ધાની જરૂર છે એમ જ્યારે પિતાનો નિર્ણય થાય છે ત્યારે અન્તરાત્મામાં રહેલ અનંતવીર્યને ભંડાર ખરેખર પ્રકટ થાય છે અને તેથી કર્તવ્ય કાર્યની સહેજે સિદ્ધિ થાય છે. કર્તવ્યકાર્યની સિદ્ધિ કરવા માટે પૂર્ણ શ્રદ્ધાથી હદય ભરી દેવું અને ત્યાં ત્યાં કર્તવ્ય કાર્યસિદ્ધિના ઉપાયે ને વિચારવા કે જેથી કાર્યસિદ્ધિનો માર્ગ સ્પષ્ટ થઈ શકે. શ્રદ્ધા એ ઈશ્વરી ગલ છે અને તેથી ધર્મની બાબતમા ધર્માચાર્યો પ્રથમ શ્રદ્ધાતરવની ઉપગિતા અવધીને મનબેમા ધર્મશ્રદ્ધા પ્રકટે એવા ઉપાયો ગ્રહ છે. મેરમેરિઝમ અને હિપનેટીઝમ વગેરે વિદ્યાઓમા શ્રદ્ધાતત્વ વ્યાપી રહ્યું છે એમ અનુભવ કરતા અવબોધાશે. કર્તવ્ય કાર્યના શ્રદ્ધાથી તેની પ્રવૃત્તિમાં સ્થિરચિત્ત રહી શકે છે અને તેથી મનની ચંચલતાની ની થાય છે. શ્રદ્ધાજલ સમાન અન્ય કેઈ બલ નથી. પ્રભુને પ્રાપ્ત કરવા માટે ગુરુને પ્રામ કરવા માટે અને કર્તવ્યની સિદ્ધિ માટે પરિપૂર્ણ શ્રદ્ધાવિના કદી રહી શકાય તેમ નથી. જે મનુષ્યની કર્તવ્ય કાર્યમાથી શ્રદ્ધા ઉઠી જાય છે તે ગમે તે કર્મવેગી હોય તે પણ તે કાર્યની સિદ્ધિમાં પશ્ચાતું રહે છે. ખરું કહીએ તે મુસલમાને શ્રદ્ધાબલથી આર્યાવર્તનું રાજ્ય મેળવવામાં આત્મભાગ આપી શક્યા હતા આત્મશ્રદ્ધાયુક્ત ચિતન્યવાદીઓએ જે જે કર્તવ્ય કાર્યો કર્યા છે તેવાં જડવાદીઓએ કર્યા નથી અને કરી શકવાના નથી તેથી
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy