________________
( ૭૪)
શ્રી યાગ પ્રચવિવેચન,
R
અને દુર્ગુણા વચ્ચે થતા યુદ્ધના અનુભવ કરી શકાય છે અને અન્ત દુર્ગુણા પર જય મેળવી શકાય છે તથા સદ્ગુણાની પ્રાપ્તિ થાય છે. શરીરસ્થ આત્મામાં એ પ્રકારની શક્તિ છે. એક આસુરીશક્તિ અને ખીજી દૈવીશક્તિ. આસુરી અને દૈવીશક્તિ વચ્ચે સદા યુદ્ધ થયા કરે છે. હિંસાપરિણામ-અસત્ય-સ્તેય-અબ્રાચય મૂર્છાઅજ્ઞાન-અવિરતિક્રોધમાન-માયા—લાભઇર્ષ્યા-નિદા—આલસ્યવિષયાસક્તિ-કામ-નિન્દા રતિ અને અરતિ આદિ
આસુરી શક્તિયા છે. ક્ષમા—દયા—સેવા-ભક્તિ-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય-વૈરાગ્ય—જ્ઞાન—વિવેક સમતા-શુદ્ધપ્રેમ-ત્યાગ-આાર્જ વ-માવ-નિલેભિતા-તપ-સયમ-ચારિત્ર-દર્શન અને નિષ્ઠામતા વગેરે દૈવીશક્તિયેા છે. જ્યારે આત્મા આસુરી શક્તિયેાના વશમાં થાય છે ત્યારે તે અસુર ગણાય છે અને તે પિંડમા તથા બ્રહ્માંડમા આસુરીશક્તિયાનું સામ્રાજ્ય વધારે છે. જ્યારે આત્મા દૈવીશક્તિયેાના તામે થાય છે ત્યારે તે સુર ગણાય છે અને તે પિંડમાં તથા બ્રહ્માંડમા સુરીશક્તિાને પ્રચારે છે. જેવી પિંડમા સુરી અને આસુરી શક્તિયેા છે તેવી બ્રહ્માંડમાં પણ સર્વત્ર સુરી અને આસુરી શક્તિયે વ્યાપી રહી છે. જે મનુષ્યામા સુરીશક્તિએ પ્રધાનપણે વર્તે છે તેઓને દૈવીસપત્તિવાળા સુરા કથવામા આવે છે અને જે મનુષ્યામા હિંસાદિ આસુરી શક્તિયેા પ્રધાનપણે વર્તે છે તેઓને આસુરી સ ́પત્તિવાળા અસુરા થવામાં આવે છે. જેમ પિંડમાં સુરી અને અસુરી શક્તિયેનુ યુદ્ધ પ્રવર્તે છે તેમ બ્રહ્માંડવતિ દેવદાનવમનુષ્ય-પક્ષી અને પશુ આદિ સર્વ જીવામાં સુરી અને અસુરી શક્તિયેાનું યુદ્ધ પ્રવાઁ કરે છે, પિંડમા જે જે ભાવા પ્રગટે છે તેવા ભાવા બ્રહ્માડમાં પણ પ્રગટે છે અતએવ બ્રહ્માડમા સુરીશક્તિયે। સદા અસુરીશક્તિયાના નાશ કરવા પ્રયત્ન કરે છે અને અસુરીશક્તિયે સ્વપ્રતિપક્ષીભૂત સુરીશકિતાના નાશ કરવા પ્રયત્નશીલ થાય છે. જેમ પિઠમા સુરીશક્તિયે અને અસુરી શક્તિયાના યુદ્ધના આત્માને અનુભવ પ્રકટે છે-તદ્વત્ બ્રહ્માંડમાં પણ થતા સુરી અને અસુરીશક્તિયાના યુદ્ધના આત્માને અનુભવ થાય છે, રજોગુણ અને તમેગુણની વૃત્તિએ સર્વે અસુરીશકિતયેા ગણાય છે અને સત્ત્વગુણની વૃત્તિયા છે તે સર્વે સુરીશક્તિયા ગણાય છે. ચાપડમા કાઈ કાળે અસુરીશક્તિયાનું પ્રામણ્ય પ્રવર્તે છે અને સુરીશક્તિયાનું નિર્બલત્વ થાય છે—તદ્વત્ બ્રહ્માડમાં-વિશ્વમા કોઈ કાળે આસુરીશક્તિવાળા મનુષ્યાનું સત્તાખળ સામ્રાજ્ય વૃદ્ધિ પામે છે. પિડમા જેમ સુરીશક્તિયેાના પ્રાબલ્યથી અને સુરીશક્તિચેાના નિખલવથી દુખ-શાક-ઉપાધિ અને અશાન્તિ વગેરે પ્રકટે છે તેમ બ્રહ્માડમા-વિશ્વમા આસુરી શક્તિયેના પ્રામણ્યયુક્ત સામ્રાજ્યથી શાક ભય દુખ અને અનારાગ્ય વગેરે પ્રકટી શકે છે. વિશ્વમાં આસુરીશક્તિપ્રધાન અસુરો અને સુરીશક્તિપ્રધાન સુરી મનુષ્યા વચ્ચે-વિદ્યા-રાજ્ય-વ્યાપાર-સેવા અને સત્તાની પ્રાપ્તિ માટે, અનાદિ કાળથી યુદ્ધો પ્રવર્તે છે અને હાલ પ્રવર્તે છે તથા ભવિષ્યમા અનન્તકાલ પર્યન્ત પ્રકટશે તેના કદાપિ પાર આવવાના નથી. વિશ્વમાં મુખ્યતાએ દૈવી સપત્તિવાળા મનુષ્યનુ સત્તા
'