SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪) શ્રી કર્મગ પ્રય-વિવેચન અનેક જીવોની એક બાબતમાં અનેક પ્રવૃત્તિના મતભેદો અત્યાદિગે યા થાય છે અને થશે એમ અનુભવદષ્ટિએ વિચારતા સમ્યગ્ર વિધાશે પ્રવૃતિ દ્વારા નિવૃત્તિનું અસ્તિત્વ સંરક્ષાય છે એવું પ્રવૃત્તિના ગૃલ ગર્ભમાં ઉતરીને અવેલેકવાથી અવબોધાશે. કોઈપણ વસ્તુનું અસ્તિત્વ સ રક્ષવા નૈસર્ગિકદષ્ટિએ તે વસ્તુના ગર્ભમાં અસ્તિત્વસંરક્ષકપ્રવૃત્તિબીજકો રહેલા હોય છે એમ સર્વ વસ્તુઓમાં અનુભવી શકાશે. અસ્તિત્વસંરક્ષકની બીજક પ્રવૃત્તિ સ્વયમેવ સર્વમાં ઉદ્ભવે છે પરંતુ જેનું અસ્તિત્વસંરક્ષકશ્રવૃત્તિબીજ અમર રહેવાનું હોય છે તેની સામગ્રીઓ હયાત રહે છે. વ્યાવહારિક અને ધાર્મિક બીજો યૌગિક અને રૌઢિકદરિએ અનેક મનિભેદે અનેક પ્રકારનાં પ્રવર્તતા હોય છે અને તેઓનું અસ્તિત્વ સંરક્ષવું એ અસ્તિત્વસંરક્ષકશૈલીએ આદેય ગણી શકાય પ્રસંગોપાત પ્રવૃત્તિનું વિવેચન કરતા પ્રવૃત્તિ સંબધી ઉપર્યુક્ત અનેક વિચારે કહેવાયા. હવે મૂલપ્રવૃત્તિ વિષયને ઉદ્દેશી સારાશરૂપે કથવાનું એ છે કે જ્યારે પ્રવૃત્તિ એ બાહ્યાવશ્યક્કર્મપિ સિદ્ધ થાય છે ત્યારે તેનું સમ્યજ્ઞાન કરી સ્વબાહ્ય તથા આન્તરપ્રવૃત્તિમાં સુધારાવધારે કરે અને સમ્યાનપૂર્વક નિણત સ્વયેગ્યપ્રવૃત્તિને અનુસરી દેશકાલાનુસાર પ્રવર્તવું એ સ્વાત્મહિતાર્થ છે એમ પ્રત્યેક મનુષ્ય અવધારવું. સ્વદયશદ્ધિપૂર્વક બાહ્યાધિકારે કરાવી બાહ્યપ્રવૃત્તિ ગમે તેવી હોય તે પણ હાર્દિક દષ્ટિએ તે સ્વફરજ લાભાઈ છે એમ અવધીને પ્રવૃત્તિદષ્ટિએ તેનું ઉપયોગિત્વ સ્વીકારી તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. સ્વપ્રવૃત્તિવત્ અન્યજીની પ્રવૃત્તિ ન હોઈ શકે તે અધિકારિભેદે ચગ્ય છે તેથી પરસ્પર ભિન્ન ભિન્ન વ્યક્તિની ભિન્નભિન્ન અધિકારિતાએ ભિન્ન ભિન્ન પ્રવૃત્તિનું પરસ્પર વિરુદ્ધત્વ અવલોકી પરસ્પર ભિન્ન-વિરુદ્ધ ભાસતી પ્રવૃત્તિને સ્વદૃષ્ટિથી અસત્ય માનીને તેનું ખંડન કરવાની સ્વાત્મબલવિનાશક શૈલી તથા પરબલવિનાશક શૈલીને ન ગ્રહવી જોઈએ. પરસ્પર ભિન્ન અને પરસ્પર વિરૂદ્ધ દેખાતી એવી ભિન્ન પ્રવૃત્તિને તે તે પ્રવૃત્તિના અધિકારિની દષ્ટિએ અવલોકી સત્ય અવલકવું અને સ્વાધિકારે થતી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું એ શ્રેયસ્કર છે - હવે લૌકિક વ્યાવહારિક ક્રિયાઓનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. લૈકિક કર્મચંગ કરતાં અંતરની નિર્લેપતા. श्लोक अनेका हि क्रियाः प्रोक्ताः निमित्तापेक्षया खल्लु। . लौकिकव्यवहारण लौकिकाश्च कियाः स्मृताः ॥६॥
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy