SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - ગુણકર્માનુસાર કુર્માગ. ( ૧૭ ). કરે છે એમાં કંઈ આશ્ચર્ય નથી વા શેક નથી, પરંતુ સ્વાધિકાર વકર્મની ચેચતા અને અગ્યતાને વિચાર કરી લાભાલાભને વિચાર કરી વિવેકપુરસ્સર આન્ત નિર્લેપભાવે પ્રવૃત્તિ કરી મનુ કર્મબન્ધનથી મુક્ત થાય એવું અત્ર ગ્રન્થમા જણાવવાને ઉદેશ છે. સંસારમાં એક વનસ્પતિશ્રી આરંભી ઈન્દ્ર પર્યત અવલોકશે તે અવબોધાશે કે પ્રત્યેક જીવ પ્રવૃત્તિચકમાં ગુંથાયલે છે પ્રવૃત્તિમાર્ગમાં પડેલાને શે આનન્દ એવું પૂછતા તેને ઉત્તર આપવામા આવે છે કે–પ્રવૃત્તિમાર્ગમાં કેવલ સુખ નથી પ્રવૃત્તિમાર્ગને ત્યાગ કર્યા વિના અને નિવૃત્તિમાર્ગ ગ્રહણ કર્યા વિના કદાપિ સુખની પ્રાપ્તિ નથી, પ્રવૃત્તિમાર્ગ એ નિવૃત્તિમાર્ગનું અપેક્ષાએ કારણ છે. પ્રવૃત્તિમાર્ગનું અમુકાપેક્ષાએ અવલબેન ર્યા વિના નિવૃત્તિમાર્ગમા રડી શકાતું નથી. નિવૃત્તિમાર્ગની રક્ષાર્થે અમુકાધિકારે અમુક પ્રવૃત્તિમાર્ગની આવશ્યક્તા સ્વીકારવી પડે છે, અએવ નિવૃત્તિસુખની પ્રાપ્તિ માટે અમુકાધિકારે અમુક ધર્મકર્મની પ્રવૃત્તિ અંગીકાર્ય છે એમ ધર્મસમાજના મનુષ્યને અવગત થયા વિના રહેતું નથી પ્રત્યેક મનુષ્ય આપેશિક આદેય એવી પ્રવૃત્તિપૂર્વક નિવૃત્તિ સાધી આત્મિક સુખ પ્રાપ્ત કરી શકે છે; અતએવ પ્રવૃત્તિની જરૂર છે પરંતુ પ્રવૃત્તિ સર્વ છ કરે છે પણ એવી કર્મચાગની પ્રવૃત્તિ પ્રવૃત્ત છતાં કર્મચાગીઓ અન્તરમાં રાગદ્વેષથી અમુકાપેક્ષાએ જ્ઞાન વૈરાગ્યબળે ન્યારા રડી મુક્ત થાય એવા ઉચ્ચજ્ઞાનની સાથે પ્રવૃત્તિયાગનું સ્વરૂપ અત્ર દર્શાવવામાં આવે છે. સાંસારિક અને ધાર્મિક પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિ કરતાં ક્રોધ માન માયા અને લોભની ગતિ મન્દ થાય અને અન્તરથી આત્મા સર્વ કાર્યોમાં સાક્ષીભૂત થઈને પ્રવર્તે, પ્રત્યેક કાર્ય કરતા છતા હુ અને મારું એવો ભાવ ન રહે અને સ્વફરજને અમુક દષ્ટિએ અદા કરવામા આવે એ ઉપગ રહે એવી રીતે અત્ર પ્રવૃત્તિ કર્મવેગનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. સંસારવર્તિ પ્રત્યેક મનુષ્ય વર્ણકર્માનુસારે શુભાશુભ ગણુતી અનેક જાતની પ્રવૃત્તિ કરે છે પણ તે શુભાશુભ પ્રવૃત્તિમાં શુભાશુભ રાગદ્વેષના પરિણામથી ન બન્યાય અને બાહ્યની શુભાશુભ કર્મ પ્રવૃત્તિમાં અન્તરથી શુભાશુભની માન્યતા ઉડી જાય. ફક્ત વ્યવહારે કર્મફરજ પ્રમાણે માન્યતા રહે અને સ્વફરજને અનુસરી નિલેષપણે કર્મ પ્રવૃત્તિ થાય કે જેથી મનુ વ્યાવહારિક વર્ણકર્મના અધિકારમા નિયુક્ત છતા અને ફરજ બજાવતા હતા અન્તરથી નિર્મળ રહે એ અત્રે ઉપદેશ આપવાની જરૂર છે. ભરત ચક્રવર્તિએ ચક્રવતિ પદ ભોગવ્યું પણ જ્ઞાન વૈરાગ્યાદિ બળે અન્તરથી નિર્લેપપણું ભાવી અને કેવલજ્ઞાન પામી પરમાત્મ પદ પામ્યા. તેઓ કર્મના યેગે જે અધિકારમાં નીમાયેલા હતા અને જે જે પ્રવૃત્તિ કરતા હતા તેમાં તેમના મન્દ કષાય વર્તતા હતા અને અન્તરથી બાહ્ય પદાર્થની પ્રવૃત્તિને તેઓ તટસ્થ સાક્ષીભૂત થઈને અવલોક્તા હતા, તેથી અને તેઓ સર્વ બંધનથી વિમુક્ત
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy