SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૬ ) શ્રી કર્મળ ગ્રંથ-સચિન UR w w w w સંસાર છ ત્રણે કાળમાં પ્રવૃત્તિવાળા હોય છે. प्रवृत्तिः सर्वजीवानां स्वस्वज्ञानानुसारतः । त्रैकालिकी भवत्येव यथायोग प्रतिक्षणम् ॥ ५॥ '' શબ્દાર્થ–સ્વસ્વજ્ઞાનાનુસારથી સર્વ જીવોની કાલિકી પ્રવૃત્તિથાગ પ્રતિક્ષણે હોય છે. વિવેચન–પૃથ્વીકાય, અષ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયના છે સ્વસ્થ જ્ઞાનાનુસારે (આહાર સંજ્ઞા, મિથુનસંજ્ઞા, ભયસંજ્ઞા અને પરિગ્રહસંજ્ઞાઓ) પ્રવૃત્તિ કરે છે. કર્મદષ્ટિએ આહારાદિસજ્ઞા દ્વારા થતી પ્રવૃત્તિ જે છે તે નૈસર્ગિક પ્રવૃત્તિ જેવી હોય છે અને બાહ્ય નિમિત્ત પામીને જે પ્રકૃત્તિ થાય છે તે મનુષ્ય વગેરેને નૈમિત્તિકકર્મપ્રવૃત્તિ તરીકે પણ હોય છે. સર્વ જીવોને આહારાદિસંસાએ ભૂતકાળમાં યથાયોગ આહારાદિ પ્રાત્યર્થ પ્રવૃત્તિ થઈ વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે; અતએ તે સૈકાલિકી પ્રવૃત્તિ ગણાય છે. નૈસર્ગિક પ્રવૃત્તિરૂપ કર્મવેગ, સર્વ જીવોને આહારાદિ સંજ્ઞાદ્વારા આહારદિને થયા કરે છે. કર્મોપાધિવિશિષ્ટ આહારાદિ સંજ્ઞાજન્ય આહારાદિ કર્મ પ્રવૃત્તિ સર્વ જીને પ્રતિક્ષણે થાય છે એમાં કશું કંઈ આશ્ચર્ય નથી. પ્રવૃત્તિરૂપકર્મ ગને વાર્યો પણ ન વરાય એ અવધે. આહારગ્રહણ, જલગ્રહણ, વસ્ત્રગ્રહણપ્રવૃત્તિ, શરીરસંરક્ષાપ્રવૃત્તિ, અને સ્વાવિકા પ્રવૃત્તિ આદિ અનેક પ્રવૃત્તિ તે ત્યાગી થએલા મુનિવરને પણ કર્યા વિના છૂટકે થતો નથી. હેતુવાદોપદેશિકી અને દૃષ્ટિવાદેદેશિકી સંજ્ઞાવાળા જીવોને સ્વજ્ઞાનાનુસારે વ્યાવહારિક જીવન પ્રવૃત્તિ કરવી પડે છે. આ વિશ્વમાં બાહ્ય અને આન્તર પ્રવૃત્તિ એ બે પ્રવૃત્તિરૂપ ક્રિયા વિનાને કઈ જીવ દેખાતો નથી. મન, વચન અને કાયાના ગની પ્રવૃત્તિ પૈકી કોઈને કોઈ પ્રવૃત્તિ તે હોય છે જ એમ અનુભવ કરતા ત્વરિત અવબોધાશે શ્રીવીરપ્રભુએ બાર વર્ષ પર્યન્ત ધ્યાન કર્યું તે વખતે પણ અત્મિક ધ્યાને રૂપ આન્તર પ્રવૃત્તિ તો વિદ્યમાન હતી. શ્રીવીરપ્રભુને જ્યારે કેવળશાન થયું તે વખતે પણ તેમણે ધર્મતીર્થપ્રવર્તન, ધર્મપ્રચારક્ટવૃત્તિ, ઉપદેશપ્રવૃત્તિ અને વિહારપ્રવૃત્તિ આદિ પ્રવૃત્તિને સેવી હતી કૃતકૃત્ય થએલ એવા શ્રીવીરપ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા છતાં કર્મ-નિજાથે મને પ્રવૃત્તિને અનુત્તર વિમાનના દેવતાઓના પ્રશ્નોના ઉત્તર આપવા નિમિત્તે સેવી હતી. ત્રદશગુણસ્થાનવર્તિ શ્રી તીર્થંકર મહારાજને પણ ક્રિયારૂપ પ્રવૃત્તિમાં વેદાતે હતા-કરાતો અન્ય મનુષ્યનું તો શું કહેવું? ખરેખર સંસારી જીવને ત્રિકાલે પ્રવૃત્તિઓગ સેવા પડે છે. પ્રારબ્ધ કર્મનું દેવું ચૂકવવામાં ગીઓને ક્રિયાપ્રવૃત્તિ રોગ સેવ પડે છે. ઉપર્યુક્ત કશ્યને સારાશ એ છે કે–પ્રત્યેક મનુષ્યને સ્વાધિકાર યથાયોગ્ય વ્યાવહારિક પ્રવૃત્તિ કરવી પડે છે. પ્રત્યેક મનુષ્ય પ્રવૃત્તિ
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy