SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ -- ---- --- - - - - -- અતિશય સ્વરૂપ. શ્રી વર્ધમાનપ્રભુને ભાવ નિક્ષેપ મંગલરૂપ છે અને તે મંગલકારક છે. જેને ભાવ નિક્ષેપ મંગલરૂપ છે તેના અન્ય શેષ દ્રવ્ય, સ્થાપના અને નામ એ ત્રણ નિક્ષેપા મંગલરૂપ છે. જેને દ્રવ્ય નિક્ષેપ મંગલરૂપ હોય છે તેને ભાવ નિક્ષેપ મંગલરૂપ બને છે. દરેક વસ્તુના જઘન્યમા જઘન્ય ચાર નિક્ષેપ તે હોય છે જ, દ્રવ્ય તે કારણ છે અને ભાવ તે કાર્ય છે. દ્રવ્યપ્રણિપાતરૂ૫ મંગલ, શબ્દદ્વારા કરવાથી ભાવમંગલ કે જે આત્માના ઉપશમાદિ ગુણેના આવિર્ભાવરૂપ–તેની પ્રકટતા થાય છે. દ્રવ્ય મંગલ અને ભાવમંગલના પણ અનેક ભેદે છે. નામ અને સ્થાપના મંગલના પણ નિમિત્તાદિયેગે અનેક ભેદ પડે છે. જ્યાં નામ મંગલ હોય છે, ત્યા સ્થાપના મંગલ દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ પણ સંસ્કૃતિ દ્વારા હોય છે. તીર્થકરાદિના નામનું મંગલ તે ઉપશમાદિ ભાવ મંગલને સિદ્ધ વ્યક્ત કરે છે. તીર્થકરના ચાર નિક્ષેપા મંગલરૂપ છે અને તેને નમસ્કારરૂપ મન, વચન અને કાયાનું પ્રણિધાન મંગલરૂપ છે. ભાવપૂર્વક મન, વચન અને કાયાનું નમસ્કારરૂપ મંગલ પ્રણિધાન સર્વથા સર્વદા આદેય છે. ગ્રથારંભમાં શ્રી વીર પ્રભુનું મંગલાચરણ કરાવવામાં આવે છે તેનું કારણ એ છે કે જૈનશાસનના સ્થાપક આસન્નોપકારી શ્રી વર્ધમાનસ્વામીનું તીર્થ પ્રવર્તે છે, એ પ્રતિ તેમનો મહાપકાર છે. અતએવ શ્રી વીરપ્રભુનું ગ્રંથારંભે મંગલ કરવામાં આવે તે યુક્તિયુક્ત સિદ્ધ કરે છે. શ્રી વર્ધમાનપ્રભુને નમસ્કાર કરવાની સાથે તેમના ચાર અતિશય જણવ્યા છે. હાજાતિરાંચ, વવનાતર, પાવાવ માતિરાજ અને પૂજાતિરાઇ તેમાં ર વિવારને એ વિશેષણથી અપાયારામનું સૂચવન કરવામાં આવ્યું છે. રાગદ્વેષ એ બે મહાઅપાયરૂપ છે, રાગદ્વેષને સર્વથા નાશ થયા વિના જ્ઞાાતિરાજ પ્રકટતો નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અન્તરાય અને મેહનીય એ ચાર કર્મ છે, તે જ ખરેખર અપાય છે. ઘનઘાતી ચાર કર્મરૂપ અપાયને અપગમ અર્થાત્ નાશ કરવાથી અપાયાપામાતિરાજ ઉદ્ભવે છે. જાથાપામાતિરચના ઉદ્ભવની સાથે જ્ઞાનાતિરાવ પ્રકટે છે પરિપૂર્ણ રાગદ્વેષને સર્વથા ક્ષય કરે એ કંઈ સામાન્ય કાર્ય નથી. રાગદ્વેષને પરિપૂર્ણ ક્ષય થવાથી જ કેવલજ્ઞાન પ્રકટી શકે છે શ્રી મહાવીર પ્રભુએ દીક્ષાગીકાર કરીને બાર વર્ષ પર્યક્ત મેહનીય કર્મની સાથે યુદ્ધ કર્યું. શ્રી મહાવીર પ્રભુ છદ્રસ્થાવસ્થામા દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અપ્રતિબદ્ધપણે વિહાર કરતા હતા. આત્માના ગુણેમા શોપશમાદિભાવ રમણતા કરીને આત્મસમાધિ સુખમા ઝીલતા હતા બાહ્ય અને અન્તરથી નિભાવને ધારણ કરીને આત્માના શુદ્ધ ધ્યાનમાં તલ્લીન બની અને ક્ષપકશ્રેણિપર આરોહણ કરી, ઘનઘાતી ચાર કર્મને ક્ષય કરી, ક્ષાયિકભાવે લોકાલોકપ્રકાશક કેવલજ્ઞાન પામ્યા. આ વિશ્વમાં કેવલજ્ઞાનવડે સર્વ પદાર્થોને સાક્ષાત્ અવલેહી શકાય છે. સર્વજ્ઞાનમા શિમણિ એવા કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યાથી પશ્ચાત્ કઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનું વિશેષ રહેતું નથી. શ્રી વીરપ્રભુને આત્માના અસખ્ય પ્રદેશમાં કેવલજ્ઞાન
SR No.011547
Book TitleKarmayoga
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1951
Total Pages821
LanguageGujarati
Classification
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy