________________
*
*
૮૩
- કલ્પસૂત્ર
કલ્પસૂત્ર પ્રતિનિધિરૂપ ગ્રંથ છે એટલે એમાં ૪૫ આગમનો સાર આવી જાય છે એવું નથી. (એવો ગ્રંથ હવે તૈયાર કરાવવામાં આવ્યો છે અને એનું નામ સમાસુરમ્ રાખવામાં આવ્યું છે. અલબત્ત, એ સંકલનના પ્રકારનો ગ્રંથ છે.) જૈનોના પ્રાચીન ગ્રંશે તે ઘણું છે, પરંતુ પવિત્ર ગ્રંથ તરીકે ક૯પસૂત્ર મશહૂર છે, કારણ કે એની રચના ચરમ શતકેવલી પૂજ્ય શ્રી ભદ્રબાહસ્વામીએ કરેલી છે અને આ ગ્રંથનું વાચન હજાર કે પંદર કરતાં વધુ વર્ષથી જૈન સંઘમાં પર્યુષણના દિવસે દરમિયાન સાધુ-ભગવંતો દ્વારા થતું આવ્યું છે.
કલ્પસૂત્રની ભાષા અર્ધમાગધી છે અને ભગવાનની વાણીની યાદ અપાવે એવી લલિતકેમલ એની પદાવલિ છે. મધુર અને હૃદયપશી ભાષામાં લખાયેલા આ ગ્રંથનો પ્રત્યેક શબ્દ જાણે ઘૂંટીઘૂંટીને લખ્યો હેય, એક પણ શબ્દ નિરર્થક લખાયે ન હોય એવી સઘન સમાસયુક્ત એની શૈલી છે. ગ્રંથકાર આખા ગ્રંથમાં શ્રમણ ભગવાન મહાવીરને વારંવાર યાદ કરે છે. તે છો તેf agi સાથે માર્વ મહાવરે.... જે વાકયખંડ ઘણુંબધી કંડિકાઓમાં વાંચવા મળે છે. છતાં તે પુનરુચ્ચારણના દેાષ તરીકે કઠતો નથી. બલકે તે તાદશતા અને ભાવની દઢતાને માટે સુમધુર રીતે પિષક બને છે. - કલ્પસૂત્રમાં મુખ્ય ત્રણ વિભાગ છે?
(૧) તીર્થકરેનાં ચરિત્ર, (૨) સ્થવિરાવલિ અને (૩) સાધુઓની સમાચારી.