________________
જિનતત્વ
તીર્થકરોનાં ચરિત્રને આરંભ ભગવાન મહાવીર સ્વામીના ચરિત્રથી થયે છે. ત્યારપછી ભૂતકાળમાં ક્રમાનુસાર ગતિ કરતાં હોઈએ તેમ ત્રેવીસમા પાર્શ્વનાથ ભગવાન, પછી બાવીસમા નેમિનાથ ભગવાન અને એમ કરતાં છેવટે પ્રથમ તીર્થકર ઋષભદેવ ભગવાનનું ચરિત્ર વર્ણવાયું છે.
આ ચરિત્રમાં સૌથી સવિસ્તર ચરિત્ર તે ભગવાન મહાવીરનું છે. મહાવીર સ્વામીના ચરિત્ર માટે જ જાણે ગ્રંથ લખાયે હોય એવી છાપ પડે છે, કેમ કે આ ગ્રંથમાં સવિસ્તૃત મહત્ત્વ તેને જ અપાયું છે. મહાવીર સ્વામી પછી સાધારણ વિસ્તારથી ચરિત્ર અપાયાં હોય તે તે પાશ્વનાથ. નેમિનાથ અને ઋષભદેવ ભગવાનનાં છે. બાકીના તીર્થકરે વિશે તો એકેક કંડિકામાં નામે લેખ સહિત સમયનો કેટલે અંતરે પસાર થશે તે દર્શાવાયું છે.
વિરાવલિના વિભાગમાં ભગવાન મહાવીર સ્વામીના મુખ્ય ગણધર ગૌતમસ્વામીથી શરૂ કરીને સુધર્મા, જબૂ, પ્રભવ, શય્યભવ, ભદ્રબાહુ, સ્થૂલિભદ્ર, સુહસ્તી, વજીસ્વામી, કાલક, રક્ષિત વગેરે વિરેની પરંપરા અને તેની શાખાઓ. દેવદ્ધિગણિ સુધી વર્ણવાઈ છે. ભદ્રબાહસ્વામીએ આ ગ્રંથની રચના કરી હોવાથી એમના પછી થયેલા દેવદ્ધિગણિ સુધીની પાટ પરંપરા કેવી રીતે વર્ણવાય એવો પ્રશ્ન સહજ થાય. એટલા માટે જ, સ્થવિરાવલિમાં કેટલાક ભાગ પાછળથી ઉમેરાયેલે છે એ વિદ્વાનોમાં મત પ્રવર્તે છે. જો કે ઉમેરણની ભાષા અને શૈલી મૂળ ગ્રંથને અનુરૂપ છે.