________________
જિનતત્વ કોઈને પ્રશ્ન થાય કે જૈન ધર્મને એવો પ્રતિનિધિરૂપ ગ્રંથ કયો? જૈન ધર્મના પ્રાચીન ગ્રંથ તે પિસ્તાલીસ આગમે છે. એમાંનાં કેટલાંકમાં ભગવાન મહાવીરની વાણું સચવાયેલી છે અને કેટલાક ગ્રંથે ટીકા કે વિવરણરૂપે લખાયા છે. દિગંબર સંપ્રદાયના પણ કેટલાક પ્રાચીન ગ્રંથે મળે છે. આ બધા ગ્રંથમાંથી કઈ એક જ ગ્રંથને પ્રતિનિધિ ગ્રંથ ગણ હોય તો કોને ગણીશું? જેનોના બધા જ ફિરકાને માન્ય અને જેમાં જૈન તત્ત્વજ્ઞાનને નિષ્કર્ષ આપવામાં આવ્યો છે તે ગ્રંથ વાચક ઉમાસ્વાતિકૃત “તત્ત્વાર્થસૂત્ર છે. પરંતુ તે ગ્રંથ સંસ્કૃત ભાષામાં લખાયેલું છે; વળી તે ઉત્તરકાલીન છે. એનાથી પ્રાચીન અને અર્ધમાગધીમાં લખાયેલા ગ્રંથમાંથી કેટલાક એક દષ્ટિએ મહત્ત્વના છે, તે કેટલાક બીજી દષ્ટિએ. આવી જ સ્થિતિ બૌદ્ધ ધર્મગ્રંથની પણ છે. એના ત્રિપિટક ગ્રથના ઘણા વિભાગો છે.
અંગ્રેજોએ ભારતમાં અદાલતની સ્થાપના કરી ત્યારે ધર્મના ગદ ખાવા માટે માણસને એના હાથમાં એના ધમને પવિત્ર ગ્રંથ આપવાની પ્રથા ચાલુ થઈ. હિન્દુ, મુસલમાન અને ખ્રિસ્તી માટે તેમને ધર્મગ્રંથ નિશ્ચિત હતો. તે સમયે જૈનોએ પિતાનાં એક પવિત્ર ગ્રંથ તરીકે ‘કલ્પસૂત્ર'નું નામ માન્ય કરાવ્યું હતું. બૌદ્ધોના પ્રતિનિધિરૂપ ધર્મગ્રંથ તરીકે “ધમ્મપદ”નું નામ નિશ્ચિત થયું હતું. જો કે ત્યારે ભારતમાં બૌદ્ધાની ખાસ કશી વસતિ ન હતી.