________________
જિનતત્વ
તે શુભ ચિંતનધારામાં એથી પણ ઊંચે ચડવા અને
શુકલ ધ્યાન વડે કેવળજ્ઞાન પામ્યા. ધારો કે આ પ્રકારનું -શુભાશુભ ધ્યાન રાજર્ષિએ કાઉસગ વિના એમ ને એમ કર્યું હોત તો? તે કદાચ આટલા તીવ્ર શુભાશુભ પરિણામની શક્યતા અને અશુભમાંથી શુભમાં જવાના પરિવર્તનની આટલી વરિત શક્યતા ન હોત. કાઉસ ધ્યાનની આ વિશિષ્ટતા છે.
સંયમની આરાધના માટે ત્રણ પ્રકારની ગુપ્તિ બતાવવામાં આવી છે: મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયમુતિ. કાયમુતિ બે પ્રકારની છેએક પ્રકારની કાયમુતિમાં -શરીરની કઈ પણ પ્રકારની ચેષ્ટાને સર્વથા અભાવ હાય છે. અને બીજા પ્રકારની કામગુપ્તિમાં શરીરની ચેષ્ટાઓ નિયંત્રિત હોય છે. ઉપદેશપ્રાસાદમાં લક્ષ્મસૂરિએ કહ્યું છે ?
कायगुप्तिदि पोत्तग चेष्टानिवृत्तिलक्षणा । यथागम द्वितीय च, चेष्टानियमलक्षणा ॥१॥
પ્રથમ પ્રકારની કાયગુપ્તિમાં જે ધ્યાન ઉમેરાય તે તે કાઉસગ્ગ બને છે. દેવ, મનુષ્ય કે તિર્યંચ દ્વારા ઉપસર્ગને ભય હોય અથવા ભૂખ, તરસ વગેરે પરીષહને સંભવ હોય તે પણ કાયાને અડોલ રાખવામાં આવે તે -એવી કાયમુતિ કાન્સગ બની રહે છે. - આમ કાયગુપ્તિ અને કાઉસ વચ્ચે ભેદ બતાવ હોય તો એમ કહી શકાય કે જ્યાં જ્યાં કાઉસગે છે ત્યાં -