________________
કાઉસગ્ન
૭૫.
શુદ્ધિમાં કેમે ક્રમે વૃદ્ધિ થતાં, અર્થાત સંપૂર્ણ શુદ્ધિ પામતાં મુક્તિ પ્રાપ્ત થાય છે. જે દેશે કે અતિચારાની શુદ્ધિ એકંલા પ્રતિક્રમણથી પણ થતી નથી, તે શુદ્ધિ કાર્યોત્સર્ગથી થાય છે એમ કહેવાય છે. “ચઉસરણ-પનામાં. કાઉસગ્નને માટે ત્રણ-ચિકિત્સાની ઉપમા આપવામાં આવી છે. જુઓ :
चरणाईयाराणं ज़हक्कम वण-तिगिच्छ-रूबेणं । પરિમલાલુન્દ્રામાં લોહી હું રસોf I
જેવી રીતે ગૂમડાને મલમપટ્ટો લગાડી રોગ નિમૂળ. કરવામાં આવે છે, તેવી રીતે જીવનમાં રહેલી અશુભ વૃત્તિઓ કે અશુદ્ધિઓને નિર્મૂળ કરીને આત્માના શુદ્ધિકરણનું કાર્ય કાયોત્સર્ગથી થાય છે.
કાઉસગ્નમાં શરીરની સ્થિરતાની સાથે ચિત્તની. એકાગ્રતાનું અનુસંધાન થતાં ચિંતનધારા વધુ ઉત્કટ ને વિશેષ ફલવતી બને છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિ કાયોત્સર્ગ ધ્યાનમાં ઉગ્ર તપશ્ચર્યા કરે છે. એ જોઈ શ્રેણિક રાજાએ ભગવાન મહાવીરને કરેલા પ્રશ્નનો જવાબ ભગવાન બે વખત જુદે જુદો આપે છે. શુભ વિચારધારામાંથી અશુભ વિચાર-. ધારામાં રાજર્ષિ એટલા નીચે ઊતરી જાય છે કે જે તે વખતે - દેહ છોડે તો સાતમી નરકે જાય. પરંતુ તક્ષણ પિતાની. અવસ્થા તથા પિતાનું મૂળ આત્મસ્વરૂપ વિચારી, શુભ ધ્યાનની પરંપરાએ રાજર્ષિ ચડવા લાગે છે. જો તેઓ તે વખતે દેહ છોડે તો સર્વાર્થસિદ્ધની દેવગતિ પામે. પરંતુ રાજર્ષિ