________________
૭૪
જિનત થાય છે. જેમ મજૂર પિતાના માથેથી બજે ઉતારી. નાખ્યા પછી હળવે થાય છે, તેમ જીવ કાર્યોત્સર્ગથી. કર્મના ભારને ઉતારીને હળ બને છે. કાર્યોત્સર્ગથી પ્રશસ્ત અધ્યવસાયમાં વર્તતે જીવ સુખપૂર્વક વિચારે છે.”
જૈન માન્યતા અનુસાર કાસગના શ્વાસોચ્છવાસથી દેવતાનું આયુષ્ય બંધાય છે. અલબત્ત, જીવની પિતાની કક્ષા. - અને કાયોત્સર્ગના પ્રકાર ઉપર પણ એને ઘણે આધાર રહે છે. ભવ્ય જી કાત્સર્ગના એક શ્વાસેવાસથી ૨,૪૫,૪૦૮ પલ્યોપમ જેટલું દેવગતિનું આયુષ્ય બાંધે છે. એક લોગસ્સના પચીસ શ્વાસોચ્છવાસમાં ૬૧,૩૫,૨૧૦ પલ્યોપમનું આયુષ્ય બંધાય છે. આમ શ્રદ્ધા, મેધા, ધી, ધોરણ, અનુપ્રેક્ષા ઈત્યાદિ વડે કરાયેલા ઉત્તમ કાર્યોત્સર્ગનું ઘણું મોટું ફળ શાસ્ત્રકારોએ બતાવ્યું છે.
કાગમાં કાયાને એક જ સ્થળે સ્થિર કરી દેવાની પ્રતિજ્ઞા લેવાય છે. એની સાથે વાણીની સ્થિરતાની–મૌનની. પ્રતિજ્ઞા પણ લેવાય છે, અને નિશ્ચિત પ્રમાણમાં નિશ્ચિત વિષયનું ધ્યાન કે ચિંતન કરાય છે. (ઠાણેણં, મેણેણં, ઝાણેણં અપાણે વોસિરામિ) કાત્સર્ગમાં જે ધ્યાન ધરાય છે એ જ શુભ પ્રકારનું રહે તો તે ઉત્તમ કોટિની સાધના બને છે. કાઉસગ્ગ દ્વારા જન્મજન્માંતરનાં મેટાં અશુભ કર્મોનો ઝડપથી ક્ષય કરી શકાય છે. કાઉસગ્ગ. આત્મામાં રહેલા દેને, દુર્ગાને દૂર કરે છે અને ગુણેની. વૃદ્ધિ કરે છે. કાઉસગથી આત્માની શુદ્ધિ થાય છે, અને.