________________
કાઉસગ્ગ
૭૩ - અભિભવ કોન્સર્ગ અચાનક કેઈ સંકટ આવી પડે ત્યારે પણ કરવામાં આવે છે. આગ લાગવી, ધરતીકંપ શ, હોનારત થવી, દુકાળ પડ, યુદ્ધ થવું, રાજ્ય તરફથી દમન-પીડન થવું વગેરે પરિસ્થિતિમાં સાધક અભિભવ પ્રકારના કાઉસગ-ધ્યાનમાં સ્થિર થઈ જાય છે અથવા એવા કાઉસગમાં રહેલા મહાત્માઓ ગજસુકુમાલ, દમદંત રાજર્ષિ વગેરેની જેમ, ઉપસર્ગો થવા છતાં જરા પણ ચલિત થતા નથી; જરૂર પડ્યે પ્રાણત્યાગ થવા દે છે. - અભિભવ કાયોત્સર્ગ ઓછામાં ઓછા અંતરમુહૂર્તને - અને વધુમાં વધુ એક વર્ષને હોય છે. શક્તિ અનુસાર તે
અલ્પ સમય, દિવસ, રાત, પક્ષ, ચાતુર્માસ કે એક વર્ષ
સુધી કરાય છે. ભગવાન ઋષભદેવના વખતમાં સળંગ એક - વર્ષ સુધીના ઉપવાસ કરી શકાતા હતા. ત્યારે એવું શરીર
અળ હતું. બાહુબલિએ પિતાના ભાઈ ભરત મહારાજ સાથે યુદ્ધ છેડી દઈને યુદ્ધભૂમિમાં જ એક વર્ષ સુધી કાર્યોત્સર્ગ કર્યો હતો. ધ્યાનમાં તેઓ એવા લીન હતા. અને શરીરથી એવા અચલ હતા કે પક્ષીઓએ એમના - કાનમાં કે એમની દાઢીના વાળમાં માળા બાંધ્યા હતા.
ઉત્તરાધ્યયનને ૨૯મા અધ્યયનમાં કાર્યોત્સર્ગને મહિમા સમજાવવામાં આવ્યો છે. પ્રભુ મહાવીર સ્વામીને - પ્રશ્ન પૂછવામાં આવે છે : “હે ભગવાન, કાત્સર્ગથી જીવને શું લાભ થાય છે? : - ભગવાને કહ્યું: “હે આયુષ્યમાન, કાચોત્સર્ગથી ભૂત અને વર્તમાનકાળના પ્રાયશ્ચિત્ત-ચાગ્ય અતિચારોની શુદ્ધિ