________________
૭ર
જિનતત્ત્વ
• ધ્યાનના ચાર પ્રકાર છે : આન્ત યાન, રૌદ્ર ધ્યાન, ધમ ધ્યાન ને શુકલ ધ્યાન. આર્ત અને રૌદ્ર ધ્યાન અશુભ ધ્યાન છે. ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાન શુભ ધ્યાન છે. ક્યારેક શુભ કે અશુભ એવું કઈ ધ્યાન ચિત્તમાં ન ચાલતું હોય અને કેવળ શૂન્ય દશા પ્રવર્તતી હોય એવું પણ બને છે. શરીરની સ્થિતિ ઉપરાંત ચિંતનની શુભાશુભ ધારાને લક્ષમાં રાખી ઉપર્યુક્ત નવ પ્રકારે ભદ્રબાહુસ્વામીએ દર્શાવ્યા છે.
ભદ્રબાહુસ્વામીએ પ્રજનની દષ્ટિએ કાયોત્સર્ગના બે પ્રકાર દર્શાવ્યા છેઃ (૧) ચેષ્ટા કાર્યોત્સર્ગ અને (૨) અભિભવ કાર્યોત્સર્ગ.
ચેષ્ટા ક સામાન્ય રીતે દોષની વિશુદ્ધિ માટે કરવામાં આવે છે. અવરજવર કરવામાં, આહાર, શૌચ, નિદ્રા વગેરેને લગતી ક્રિયાઓ કરવામાં જે કંઈ દોષ લાગે છે તેની વિશુદ્ધિને અર્થે દિવસ કે રાત્રિને અંતે અથવા પક્ષ, ચાતુર્માસ કે સંવત્સરને અંતે ચેષ્ટા કાઉસગ્ન કરવામાં આવે છે. તે નિયત શ્વાસે છવાસ-પ્રમાણ હોય છે.
અભિભવ કાગ આત્મચિંતન માટે, આત્મિક શક્તિ ખીલવવા માટે, ઉપસર્ગો કે પરીષહેને જીતવા માટે કરવામાં આવે છે. સાધક જંગલ, ગુફા, મશાનભૂમિ, ખંડિચેર વગેરે કેઈ એકાંત સ્થળમાં જઈને અભિભવ કાઉસગ કરે છે.